________________
૨૩૪
અનુભવ સંજીવની
હયાતી દેખનારની તદ્રુપ પરિણતિ સહજ વર્તવાને લીધે, અધ્યાસિત અશાંતિ થતી નથી. તેને કોઈ ચિંતા થતી નથી. જ્યારે અજ્ઞાની ચિંતા મુક્ત હોતો નથી.
(૮૩૩)
લક્ષ અને અનુભવ, સ્વસ્વરૂપનો થયા વગર, જ્ઞાનમાં વલણ બદલાય નહિ. સહજ અંતર વલણ થવામાં, આ બંન્ને અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે.
જ્ઞાન સામાન્યમાં વેદન છે. પરંતુ જ્ઞાન વિશેષ, જે જ્ઞાનનું બહિરંગ છે, તેનું અંતર વલણ થયા વિના, વેદનનું ગ્રહણ થતું નથી. તેથી આવી સૂક્ષ્મ વિષયક બાબત સમજવા છતાં, કૃત્રિમતાથી કામ થતું નથી, પણ લક્ષ થવાથી સહજ થાય છે. તેથી જ મહાપુરુષે (શ્રીમદ્ રાજચંદ્રજી) કહ્યું છે કે “લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’
સંસારની ઉત્પત્તિની ઘટના પણ કેવી છે ? જ્ઞાનની એક જ પર્યાયનું બહિરંગ, બાહ્યદૃષ્ટિને લીધે પોતાના જ અંતરંગને છોડીને પ્રવર્તે !! અર્થાત્ ગ્રહણ ન કરે ! અરે ! ગ્રહણ કરવું પણ કઠીન લાગે ! પોતામાં જ પોતા સંબંધીની દુર્લભતા. !! (૮૩૪)
પ્રશ્ન :– ધ્યાન યોગાદિ પ્રયોગ કરવા છતાં આત્મ-સ્થિરતા કેમ થતી નથી ? ઉત્તર ઃસ્થિર–ધ્રુવ સ્વરૂપમાં એકત્વ થયા વિના પરિણામોનું અસ્થિર ભાવોમાં અનાદિ એકત્વ પર્યાયબુદ્ધિ વડે હોવાથી સ્થિરતા થઈ શકે નહિ. સ્થિર ધ્રુવ તત્ત્વના અવલંબન વગર પરિણામ સ્થિરતા પામે નહિ. અસ્થિર ભાવોમાં પોતપણા વડે અવલંબન વર્તે ત્યાં સુધી સ્થિરતા આવી શકે નહિ. ધ્રુવના અવલંબને સહજ સ્થિરતા થાય પ્રથમ શ્રદ્ધા વડે આશ્રય થવો જોઈએ.
વૃદ્ધિગત થઈ પૂર્ણ સ્થિરતા પ્રગટે.
(૮૩૫)
—
-
—
નવેમ્બર - ૧૯૯૧
ન્યાય, યુક્તિ, આગમથી આત્મસ્વરૂપનો મહિમા આવે છે, તે ઉપર ઉપરથી ઓથે ઓથે આવે છે. અર્થાત્ તેવા પ્રકારથી જગતમાં જે જે વસ્તુ અને કર્મ પ્રસંગથી મહત્તા અપાઈ છે, તે છૂટતી નથી. પરંતુ જો ખરેખર ઓળખાણપૂર્વક મહિમા આવે તો, જગતનું મહત્ત્વ છૂટી જાય, અને પોતે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પાછળ પડી જાય, પ્રયત્ન છૂટે જ નહિં અથવા સ્વરૂપનો મહિમા ઉલ્લસીને એવો આવે કે, તે ઘર કરી જાય. તેની અસરથી છૂટી શકાય જ નહિ. ત્યાં પછી અપ્રાપ્તિ માટે કોઈ કારણ રહેતું નથી. અવશ્ય પ્રાપ્તિ થાય જ.
(૮૩૬)
સ્વસન્મુખતાનો પુરુષાર્થ, સ્વરૂપના સીધા પ્રતિભાસ વિના ઉપડતો નથી. પરંતુ યદિ યથાર્થ પ્રતિભાસપૂર્વક પુરુષાર્થનો અંતર્મુખી વેગ ચાલુ થયો, તો છ મહિના પહેલાં, (કોઈ તીવ્ર પુરૂષાર્થવાનને .