________________
અનુભવ સંજીવની
૨૩૫ તો કલાકોમાં) શુદ્ધોપયોગ આવી જાય છે. જો કે સ્વરૂપ લક્ષ એવા પ્રકારે છે કે, જેમ દ્રવ્યદષ્ટિ પર્યાયને જોતી નથી, તેમ – શુદ્ધોપયોગ સંબંધી અહીં આર્ત પરિણામ થતાં નથી. ઘણું કરીને તેનો (શુદ્ધોપયોગનો વિકલ્પ જ થતો નથી. પરંતુ કાળ લંબાય અને વિકલ્પ થાય તો, તે કાર્ય સાધક નથી, પરંતુ બાધક છે. જો કે અહીં મુમુક્ષુજીવને પ્રશ્ન થવા યોગ્ય છે કે, સ્વસમ્મુખતામાં કેમ આવવું ? ઉત્તર આમ છે કે - જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો પ્રયોગ દ્વારા સ્પષ્ટ અનુભવાશે, પ્રતીતિયુક્ત નિર્ણય થતાં, સ્વસમ્મુખતા આવે છે, બીજો તો કોઈ ઉપાય નથી.
અપૂર્વ આત્મભાવનાપૂર્વક સ્વરૂપ લક્ષ કર્તવ્ય છે. - આ બીજજ્ઞાન' છે, જે કદી નિષ્ફળ થતું નથી, – જતું નથી.
અનંતકાળથી અજાણ આવો ઉપાય પ્રાપ્ત થવામાં, પ્રત્યક્ષ સન્દુરુષનો યોગ, અપૂર્વ હિતસ્વી જાણવા યોગ્ય છે.
(૮૩૭)
અનાદિ વિપરીત સંસ્કારોથી સંસ્કારીત એવી જીવની દશા છે, તેમજ તેવો જ વર્તમાનમાં અસત્સંગ છે, ત્યાં સન્માર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ હોય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, તોપણ જે જીવ એક નિષ્ઠાથી એકમાત્ર આત્મહિતાર્થે જ જીવવા માગે છે, તેને દુષ્કર નથી, પરંતુ સુગમ છે. આવો આત્માર્થી જીવ, મોક્ષાભિલાષી થઈ પુરુષને શોધે છે, તેને અવશ્ય સદ્ગુરુરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, જેમના ચરણનો નિવાસ, અને સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના, સફળતાને વરે
- આ પ્રકારે સત્ – સત્નો માર્ગ સરળ અને સુગમ છે.
(૮૩૮)
જેમ–અસલી પ્રાણીને, પોતે શરીરથી / વર્તમાન દેહાત્મબુદ્ધિરૂપ અવસ્થાથી ભિન્ન કોઈ વસ્તુ છે કે કેમ? એવો તર્ક પણ ઉત્પન્ન થવાની યોગ્યતા નથી. – તેથી પ્રાયઃ તે પ્રાપ્ત ઈન્દ્રિયો દ્વારા વિષયપૂર્તિ અર્થે જ ફર્યા કરે છે. તેથી મનરહિત અવસ્થાવાળા જ અનંતભવો ધારણ કરવાની સ્થિતિ આવી પડે છે. તેમાં જ અનંતકાળ વીતી જાય છે. તેમ – જે મનસહિત મનુષ્ય હોવા છતાં, માત્ર (દેહાત્મબુદ્ધિવશ) ઈન્દ્રિય વિષયોની પૂર્તિ કરવા પાછળ ઉત્પન્ન વેગને લીધે, પોતાનું મૂળ સ્વરૂપ જાણવા માટે કોતૂહલી થતો નથી. તે મનસહિત હોવા છતાં, મનરહિત અસંશી જેવા ભાવે હોવાથી, દ્રવ્ય પણ અસશીપણાને પ્રાપ્ત થઈ, અનંત કાળ પર્યત દુઃખી થાય છે.
જીવ કેમ સંશીમાંથી અસંશી થાય છે ? તે ઉક્ત ન્યાયથી સમજવા યોગ્ય છે. (૮૩૯)
આત્મા વસ્તુપણે સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે હયાતી ધરાવે છે, તેથી તે વિષયમાં માત્ર કલ્પના કરવી, માત્ર અનુમાનને લંબાવવું, તેનો પુરુષોએ નિષેધ કર્યો છે. જે વસ્તુ પરોક્ષ હોય તેનો વિચાર /