________________
34
(૧૩) શ્રુત ભક્તિ :
મહાન દિગંબર આચાર્યો રચિત અનેક પ્રાચીન પરમાગમો જે ઉપલબ્ધ નથી તેની શોધ અર્થે શ્રી કુંદકુંદ કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ નામક ટ્રસ્ટમાં તેઓશ્રીએ તામિલનાડુ તથા કર્ણાટક પ્રાંતમાં શાસ્ત્રની શોધ ચલાવેલ.
જર્મન યુનિવર્સિટી સાથે આ પ્રાચીન શાસ્ત્રપ્રાચીન તાડપત્રીનું નિરીક્ષણ કરી રહ્યાં છે શોધ અર્થે પ્રયાસ કરી રહ્યાં હતા. તેમજ ઇંગ્લેન્ડ,
(મૂડબિદ્રી-વર્ષ-૧૯૯૭)
ફ્રાંસ, જર્મની વગેરે સ્થળોની પ્રસિદ્ધ લાયબ્રેરીઓની મુલાકાત પણ લીધેલ. ભારતમાં આવેલી અન્ય સંસ્થાઓ સાથે મળીને પણ આ પ્રાચીન શાસ્ત્ર શોધનું કાર્ય કરી રહ્યાં હતા અને વર્તમાનમાં પણ તેઓશ્રીની ભાવના અનુસાર આ કાર્ય ચાલી રહ્યું છે.
શ્રી સમ્રુત પ્રભાવના ટ્રસ્ટ'માં હિન્દી તથા ગુજરાતીમાં પ્રકાશિત થતી માસિક આધ્યાત્મિક પત્રિકા સ્વાનુભૂતિપ્રકાશ'ને અપૂર્વ નિર્દેશન આપી રહ્યાં હતાં. આ પત્રિકા દ્વારા સમાજ પર્યંત અધ્યાત્મ તત્ત્વ પહોંચે તેવી ભાવનાથી આ પત્રિકાનું નિઃશુલ્ક વિતરણ પણ તેઓશ્રીના અનુગ્રહથી ચાલી રહ્યું છે.
(૧૪) મહાપ્રયાણ :
તા.૨૧-૩-૯૯, ચૈત્ર સુદ ચોથ, રોજીંદા ક્રમ પ્રમાણે સાંજના સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. કુદરતની કોઈ અકળ ગતિ આવી પહોંચી. રાત્રિના ૧:૩૦ વાગે હૃદયમાં દુખાવો શરૂ થયો. વેદના વધતી જતી હતી તેમ છતાં કોઈ અણસાર આવવા દીધો નહીં. પોતે પોતાના પુરુષાર્થમાં લાગેલા રહ્યાં. તેમના નાના દિકરા પંકજભાઈ સાથે પૂ. બહેનશ્રીની તથા પૂ. ગુરુદેવશ્રીની વાતો કરવા લાગ્યા. અંદરમાં આત્મસ્વરૂપ પ્રત્યેની પુરુષાર્થની ભીંસ વધતી ગઈ, બહારમાં ઉપકારી શ્રી ગુરુના સ્મરણો વાગોળતા ગયા. અશાતા વેદની ગૌણ થઈ ગઈ અને આત્મિક પુરુષાર્થ બળ પકડવા લાગ્યો. ડૉક્ટરોની સૂચના પ્રમાણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ગયા ત્યારે શારીરિક પરિસ્થિતિ કાંઈક વધારે કથળી અને અંતરમાં અણસાર આવી ગયો કે હવે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છૂટવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેથી પોતે તીવ્ર વેદના હોવા છતાં ધ્યાનમાં બેસી ગયા. આજીવન સાધેલી અખંડ આત્મ સાધના છેલ્લી ઘડીએ આવિર્ભૂત થઈ. અશાતા વેદનીને અત્યંત ગૌણ કરી, ઉપેક્ષા કરી ઉપયોગે અંતર્મુખ થવાનો પુરુષાર્થ આદર્યો. સામાન્ય જ્ઞાનવેદન આવિર્ભૂત થઈ પ્રદેશે-પ્રદેશે