________________
35
( સ્વસંવેદનનું રસાસ્વાદન થયું, પુરુષાર્થે ભીંસ લગાવી નિજ સ્વરૂપનું અવલંબન લીધું, ઉપયોગ કરો - સર્વથી છૂટો પડી નિજ સ્વરૂપમાં રમવા લાગ્યો. અનંતા કર્મોની નિર્જરા થઈ. બહારમાં ડૉક્ટરો હું હત એમનું કામ કરતા રહ્યાં, મુમુક્ષુઓ અસહાય બની સ્વયંના વ્હાલા શ્રીગુરુની સ્થિતિ જોતા . કે રહ્યાં અને પંચમકાળ પોતાનું કામ કરતો રહ્યો. દેહ અને આત્મા જુદા છે તેનો પ્રત્યક્ષ અનુભવ પર ડાં કરી પોતે જીવન સફળ બનાવ્યું. ચૈત્ર સુદ-૫, તા.૨૨-૩-૯૯, પરોઢીયે ૪:૧૫ કલાકે એક કે
ભવ ઓછો કર્યો અને ધ્યેયની સમીપ પહોંચ્યા. ન જોઈતી, નહિ ઇચ્છલી પરિસ્થિતિ આવીને ખડી થઈ . ગઈ. અંદરમાં દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ " અને બહારમાં પણ દેહ અને આત્માની ભિન્નતાની છે. વાસ્તવિકતા ખડી થઈ ગઈ. | મુમુક્ષુઓના જીવન આધાર, મુમુક્ષુઓને નિઃસહાય, અનાથ મુકીને ચાલ્યા ગયા. શું કુદરતને આ પરિસ્થિતિ મંજુર નથી કે આવા દિવ્ય પુરુષો શાશ્વત આ ધરાતલ પર બિરાજમાન રહે ? શું કુદરત આટલી હદે નિષ્ફર થઈ શકે છે ? શું કાળને કોઈપણ પ્રકારની દયા ન આવી અને સર્વ મુમુક્ષુઓના વ્હાલસોયા પરમેશ્વરને છીનવી લીધા ? આવા-આવા અનેક પ્રશ્નોના અસમાધાન વચ્ચે મુમુક્ષુઓ ચોધાર આંસુએ જોતા રહ્યા. એક વિરાટ વ્યક્તિત્વનો વિયોગ - મુમુક્ષુઓ માટે એક
વજપાત સમાન નિવડ્યો. મુમુક્ષુઓ અવાચક નેત્રોથી છે સ્વયંના શ્રીગુરુની વસમી વિદાય જોઈ રહ્યાં. દૂર-દૂર સુધી ફેલાયેલી અમાપ ક્ષિતિજોમાં સ્વયંની હતું આમા ફેલાવી આ વિશ્વવિભૂતિનું મહાપ્રયાણ થયું.
- ઉપકૃત મુમુક્ષુવૃંદ