________________
૫૧૦
અનુભવ સંજીવની
બી. શ્રા. સુદ – ૧૩ આત્માનો અધ્યાત્મમાર્ગ લોકથી નિરપેક્ષપણે સ્વયંના પરાક્રમથી – પુરુષાર્થથી અંદર વિચરવાનો છે. જગતમાં પરાક્રમી પુરુષ નેતાપદે સ્થપાય છે; ત્યારે જગત તે પુરુષના પરાક્રમને બિરદાવે છે – અને નેતા તે પદવીનું ગૌરવ અનુભવ કરે છે. તેમાં લોકોની અને પુણ્યની અપેક્ષા છે,
જ્યારે મોક્ષમાર્ગમાં અલોકિક પરાક્રમ છે, કે જેમાં લોકથી અને પુણ્યથી નિરપેક્ષ પુરુષાર્થમય સિદ્ધિ છે. – આ મોક્ષમાર્ગનું અલૌકિક ગૌરવ છે. મોક્ષમાર્ગી જીવને પણ પુણ્યોદયથી લોકો માને, બહુમાન આપે, પ્રશંસા કરે, પરંતુ પોતે તે લોકોનો પ્રેમથી . રાગથી પરિચય કરતો નથી - તે પ્રશંસા આદિથી નિરપેક્ષ રહી અંતરમાં વિચરે છે. જો પોતે રાગથી પરિચય કરે – થયેલ પરિચયમાં વૃદ્ધિ કરવા જાય / અપેક્ષા થાય તો પોતાનું પતન થાય.
(૨૦૧૧)
બી. શ્રા. વદ -૧ / મનોવિજ્ઞાન (General Psycology) નો સામાન્ય પ્રકાર એવો છે કે જેમાં પૂર્વગ્રહ મહત્વનો ભાગ ભજવે છે. દષ્ટાંતરૂપે – કોઈપણ તત્વજ્ઞાનીનો સમાગમ ‘તે આત્મજ્ઞાની છે' એમ જાણીને કરવામાં આવે તો અને તેવા અભિપ્રાયને બદલે માત્ર વિદ્વતા સમજીને પરિચય કરવામાં આવે, તે બન્ને પ્રકારમાં બહુ ફરક પડે છે. તેથી જ આત્મજ્ઞાની કોઈ અન્ય આત્મજ્ઞાનીથી ઓળખ મળી હોય . તેવી ઓઘસંજ્ઞારૂપ ઓળખ પણ સમાગમ કાળે “પરમહિતરૂપ” સમજી જીવ લક્ષગત કરી શકે, નહિ તો તે પ્રકારે વજન જાય નહિ અને તેવો થયેલ સમાગમ' પ્રાયઃ અયોગરૂપ થઈ પડે છે. તેથી જ્ઞાનીને ઓળખવાની ક્ષમતા ન ઘરાવનાર એવા બહુભાગ જન સમુદાયમાં પ્રસિદ્ધ મહાપુરુષ દ્વારા નિર્દેશ થતાં – ધર્મબુદ્ધિવાન – આત્માર્થીજીવોને તે પરમ ઉપકારભૂત થઈ રહે છે.આવા મહાપુરુષનો બોધ તો અનંત ઉપકારી છે. પણ આ તેથી વધારાનો ઉપકાર છે. આવો પ્રકાર વર્તમાનમાં પૂ. ગુરુદેવે પૂ. બહેનશ્રી પ્રત્યે કરેલો નિર્દેશ છે.
(૨૦૧૨)
બી. શ્રા. વદ - ૩ / આત્મિક ગુણો પરસ્પર નિમિત્તરૂપે અથવા કોઈ સ્તરે અવિનાભાવી પણે સુમેળપણે પરિણમે છે. પરંતુ પોતાની સ્વતંત્રતા દરેક ગુણની અબાધિત છે. એવું વસ્તુ– સ્વરૂપ છે. દૃષ્ટાંતરૂપે પ્રત્યેક સાધકજીવને ધર્મનું મૂળ' એવું સમ્યકદર્શન અને તેના આશ્રયભૂત સ્વતત્વ એક સરખુ હોવા છતાં – દરેકનો પુરુષાર્થ એક સરખો હોતો થતો નથી. જીવે ખાસ કરીને પુરુષાર્થની સ્વતંત્રતાનો ઊંડાણથી ગહન અભ્યાસ કર્તવ્ય છે.
(૨૦૧૩)