________________
અનુભવ સંજીવની
બી. શ્રા. વદ -૪
મુમુક્ષુજીવને શુદ્ધતાનું ધ્યેય છે તેને પહોંચી વળવા જતાં પહોંચ્યા પહેલાં વચ્ચે શુભ થઈ જાય છે. તેથી તેને શુભનો આગ્રહ નથી. તેમજ શુભમાં રોકાવું પણ નથી – અંતર સંશોધન કરતાં ઉત્પન્ન થયેલું શુભ ભાવનાપ્રધાન હોવાથી હૃદયને ભીંજાયેલું રાખે છે. પાપથી તો ભયભીત થઈ જાય છે.
(૨૦૫૪)
-
બી. શ્રા. વદ -૬
V જ્ઞાનીના વચનો અફર હોય છે. એટલે કે લક્ષ્યનો બોધ થવામાં ‘અચૂકપણે’ નિમિત્ત થાય છે. જીવની તૈયારી હોવી જોઈએ, અહો વીતરાગ સ્વભાવ ઉપરની ભીંસમાંથી પ્રગટેલી વાણી !! અમોઘ જ હોય ને ! (૨૦૫૫)
-
૫૧૧
ભાદરવા વદ
૪
અનુકૂળ સંયોગોમાં જીવ હરખાય છે, કે જે પાપભાવ છે. આવા હરખને જીવ ઇષ્ટ માની દુર્ગતિને પ્રાપ્ત થાય છે.
(૨૦૧૬)
-
ભાદરવા વદ ૭
• અનાદિથી જીવ રાગનો આધાર લઈ પરિણમી રહ્યો છે. તેથી રાગથી ભિન્ન પડવા માટે જ્ઞાનનો આધાર લેવામાં આવે તો જ રાગથી ભિન્નતા થાય—જેનાથી ભિન્ન થવું છે એવો જે રાગ તેનાં આધારે તેનાથી ભિન્નતા કેમ થાય ? (૨૦૫૭)
-
-
આસો સુદ - ૪
V/ભેદજ્ઞાન પરમભાવ ઉપરની રુચિ સહિત વર્તે છે. બન્નેનો (જ્ઞાન અને રુચિનો) મેળ ઘનિષ્ટ છે. તેથી અનુભૂતિ સંપન્ન થાય છે. જ્ઞાન આગળ વધીને સ્વરૂપ ગ્રહણ કરીને સ્વસંવેદનભાવે પરિણમે છે અને રુચિ આગળ વધી સ્વરૂપ શ્રદ્ધાન ભાવે પરિણમે છે સાથે જ જ્ઞાન રાગથી ભિન્ન પડે છે અને રુચિ અપેક્ષાએ રાગની અરુચિ થાય છે. સ્વકાર્ય નિષ્પન્ન થવામાં આ નિયત પ્રકાર છે. એકલું જ્ઞાન કે એકલી દૃષ્ટિ દ્વારા કામ કરવા ધારે તો તે કલ્પના માત્ર છે. – તે જીવ વાસ્તવિક વિધિથી અજાણ છે.
(૨૦૫૮)
v સંસારી જીવની વિષય-તૃષ્ણા અનંત છે. અફીણના બંધાણની જેમ તલપ—લાગેલી જ રહે છે. એવી સ્થિતિમાં પૂર્વકર્મ અનુસાર સંયોગો પ્રાપ્ત થતાં જીવને તેનો રસ વધી જાય છે. આત્મા