________________
૫૧૨
અનુભવ સંજીવની ઝેરની માત્રા વધતી જતી હોવાથી જીવ સહજ અધોગતિમાં જાય છે. ત્યાં સત્પુરુષનું શરણ જ માત્ર તેને બચાવે છે.
(૨૦૫૯)
સં-૨૦૪૨ કારતક વદ-૨ અનાદિકાળના પરિભ્રમણમાં જ્ઞાની પુરુષનો યોગ થવા છતાં જીવને ઓળખાણ થઈ નથી. ઓ9 ઓઘે આ જ્ઞાની છે તેવું માન્યું છે ઓથે ઓથે બહુમાન કર્યું છે પરંતુ ઓળખીને મહિમા આવ્યો નથી. ઓળખીને મહિમા આવે તો જરૂર તરી જાય. તે ન ઓળખવાનું કારણ તથારૂપ પાત્રતાનો અભાવ છે– અર્થાત્ જ્ઞાની માર્ગને દેખાડનારા છે, પરંતુ જે માર્ગની શોધમાં હોય, તેને જ દેખાડનાર (જે માર્ગને પોતે શોધે છે તે માર્ગને દેખાડે છે,)નું કથન ઓળખાણપૂર્વક સમજાય છે. માર્ગની વિધિ જ્ઞાનીના વચનોમાં આવે છે, છતાં પોતે વિધિને પકડી શકતો નથી, કારણકે પોતાની શોધ ત્યાં નથી તેથી ઓળખાણ પણ થતી નથી.
(૨૦૬૦)
કારતક વદ-૧૨ આત્માનું જ્ઞાન આગમ દ્વારા – દ્રવ્ય, ગુણ, પર્યાયથી, પ્રમાણ નય દ્વારા કરાવવામાં આવે છે. ત્યાં જાણપણું વસ્તુ-વ્યવસ્થાનું થાય છે. પરંતુ અનાદિ ભેદ વાસિત બુદ્ધિને પ્રાય ઉક્ત ભેદોમાં ફસાવાનું થાય છે, નવેય તત્વમાં છૂપાયેલી ચૈતન્ય જ્યોતિને જુદી પાડવી. તે પરમાર્થ છે; અને તે પરમાર્થની પ્રાપ્તિ થવામાં – ગુપ્ત અને પ્રગટ અર્થાત્ વ્યક્ત અને અવ્યક્ત પણું– અવસ્થાભેદરૂપ હોઈ વિકલ્પનું કારણ થાય છે, બન્ને પ્રકારના ભેદને ગૌણ કરીને, “એકરૂપ–એકરસ ચેતનાસ્વરૂપ હું છું તેમ ચેતના સામાન્યમાં અસ્તિત્વનું ગ્રહણ થવું– તે વિધિનું સ્વરૂપ છે. ચેતના સામાન્યમાં દ્રવ્ય-પર્યાયની અપેક્ષા નથી – તે નિશ્ચય નિરપેક્ષતા છે.
(૨૦૬૧)
માગ. સુદ – ૫ ૪ સ્વરૂપ મહિમા ઉત્પન્ન થતાં પુરુષાર્થ સહજ છે, – સ્વરૂપનો મહિમા, સ્વરૂપ – સામાન્ય તત્વ – પરમભાવ – જ્ઞાનમાં નિજરૂપે આવે તો ઉત્પન્ન થાય . મહિમાવંત તત્વનો મહિમા થવો સહજ છે. આમ જ્ઞાન જ મૂળમાં રુચિ અને પુરુષાર્થનું કારણ છે, તેથી “જ્ઞાનગુણ” વિના પ્રાપ્તિ નથી. એ સિદ્ધાંત છે.
(૨૦૬૨)
ર
પોષ વદ - ૧૦
દર્શનમોહની વૃદ્ધિનહાનિના કારણો - (A) દર્શનમોહની વૃદ્ધિના કારણો –