________________
પ00
અનુભવ સંજીવની
પોતાના અસ્તિત્વનું વેદના જ્ઞાનમયપણે સહજ રહેવું તે સહજ ભેદજ્ઞાન છે અથવા નિજજ્ઞાન
(૨૦૧૩)
સંવત - ૨૦૪૦ વે. સુ. ૧૦ પૂર્ણતાને લક્ષે શરૂઆતમાં આ સુત્ર ધ્યેય . અર્થાત્ સાધ્યના દઢ નિશ્ચયનો એકમાત્ર સાધ્યનો નિર્દેશ કરે છે – તેથી, કોઈપણ શરૂઆત કરનાર જીવે – આ પ્રકારના સાધ્ય માટે પોતામાં તપાસ કરવી આવશ્યક છે – નહીં તો શરૂઆત જ થશે નહિ – અને શરૂઆત ન થવા છતાં – ગમે તેમ શરૂઆત થયાનો ભ્રમ સેવાઈ જશે – તેથી અન્યથા પ્રકારે આગળ વધવાનું જરાપણ સંભવીત નથી.
(૨૦૨૪
વિચારપૂર્વક, જે જે વિષયમાં – (દ્રવ્ય,ગુણ-પર્યાયના વસ્તુસ્વરૂપના વિષયમાં વિપરીત વિચાર્યું કે સ્વીકાર્યું હોય – તે તે વિચારપૂર્વક સવળું થયા વિના પ્રયત્ન યોગ્ય દિશામાં શરૂ થઈ શકતો નથી
(૨૦૨૫).
અષાઢ સુદ – ૭ “શ્રી સમયસારજી શાસ્ત્રમાં આચાર્ય ભગવંતોએ અસ્તિ – નાસ્તિ બને પડખેથી વિષય સ્પષ્ટ કરેલ છે.
અસ્તિથી–દષ્ટિનો વિષયભૂત સ્વભાવ અને સ્વભાવદષ્ટિનું અનુભવપૂર્ણ નિરૂપણ છે – સ્વભાવ દૃષ્ટિવંતના દૃષ્ટિના પરિણમનની મુખ્યતાવાળા પડખાને અદ્ભત રીતે પ્રદર્શિત કરેલ છે. આ જ સમયસારનું હાર્દ છે. નાસ્તિથી – મિથ્યાત્વ અને અજ્ઞાન ટાળવાની વાત મુખ્ય છે. અનેકવિધ શૈલીથી છે.
(૨૦૧૬)
(નાઈરોબી) ભાદરવા સુદ-૧૨ V રાગરસ–પુલ પ્રત્યેનો રસ જેટલી માત્રામાં પ્રવર્તે છે. તે દશાને બહિર્મુખ વળવાનું–રહેવાનું પ્રબળ કારણ છે. અંતર્મુખનો પુરુષાર્થ થવામાં બાધક છે. તેથી અંતર્મુખ થવા અર્થે ચૈતન્યનાં રસની માત્રા તેર્થી અધિક થયા વિના પરિણામ અંતરમાં વળતું નથી.
(૨૦૦૭)
/ વાચક શબ્દથી વાચ્ય સધાય છે. પરંતુ વાચ્ય સધાતાં, જ્ઞાનરસ ઉત્પન થવો ઘટે. તો જ શબ્દના અર્થનું યથાર્થ પણું છે. અન્યથા “માત્ર ઉઘાડ’ કાર્યકારી નથી. ખરેખર તો જ્ઞાનરસ છે,