________________
અનુભવ સંજીવની
૧૮૭
જેમ મોક્ષની પ્રાપ્તિની શરૂઆત સમ્યક્દર્શનથી છે, તેમ મોક્ષમાર્ગની પ્રાપ્તિની શરૂઆત પૂર્ણતાના લક્ષથી છે. બંન્ને વૈજ્ઞાનિક હોવાથી સહજતાના ઉત્પાદક છે, અર્થાત્ બંન્ને પર્યાયના અકર્તૃત્વને ઉત્પન્ન કરનાર છે. તેથી મુમુક્ષુજીવે કૃત્રિમતાથી શ્રેય પ્રાપ્તિનો અભિપ્રાય છોડી સહજતા અંગીકાર કરવા યોગ્ય છે. પૂર્ણતાનું લક્ષ હોય તેને ઉપદેશબોધ ગ્રહણ કરવામાં કૃત્રિમતા થતી નથી; અથવા તો વિધિ-નિષેધના પ્રકરણમાં, ઉપદેશ ગ્રહણ મુમુક્ષુ જીવ કર્તૃત્વપણે પ્રાયઃ કરે છે; અને તેથી નિર્ધારીત સફળતા મળતી નથી, તેવી સ્થિતિમાંથી તે બચી જાય છે, અને સફળતા પ્રત્યે યથાર્થ પ્રકારે આગળ વધે છે. માર્ગમાં આગળ વધવામાં જો યથાર્થતા હોય તો દરેક તબક્કે સંતુલન રહે છે.
(૬૮૯)
ફેબ્રુઆરી - ૧૯૯૧
ભાવ સંતુલનના વિષયમાં, અભિપ્રાય અને આચરણ વચ્ચે મુમુક્ષુજીવ અને સાધકને સંતુલન જાળવવાનું થાય છે. અભિપ્રાય તત્ત્વદૃષ્ટિપૂર્વક, ધ્યેય પ્રત્યયી હોવો ઘટે છે, જે સદાય અફર હોય છે. જ્યારે આચરણ ભૂમિકા અનુસાર અથવા શક્તિ અનુસાર હોય, બંન્ને વચ્ચે સંતુલન જળવાતા ક્રમિક વિકાસ સધાય છે. સંતુલન ગુમાવતાં પતન થાય છે, અથવા નુકસાન થાય છે. વજન તો અભિપ્રાય ઉપર હોય છે, આચરણ ગૌણ રહે છે. તેથી આચરણનું અહમ્’ ન થાય. ‘પૂર્ણતાના લક્ષે' પ્રત્યેક ભૂમિકામાં સહજ સંતુલન જળવાઈ રહે છે; અન્યથા સંતુલન જળવાઈ શકે નહિ. આચરણમાં શુભભાવો થાય, પરંતુ શ્રદ્ધા - જ્ઞાન પૂર્વક અભિપ્રાય વડે તેનો નિષેધ થાય. - આમ વિધિ નિષેધથી સહજ કાર્ય સિદ્ધિ છે.
(૬૯૦)
જ્ઞાન સામાન્ય ધારાવાહી પરિણમી રહ્યું છે, પરંતુ શેયાકારોની રુચિ, મુખ્યતા, અને આકર્ષણ હોવાથી તેનો આવિર્ભાવ થઈ રહ્યો છે. આશ્ચર્ય છે કે, જ્ઞાન વિશેષના આવિર્ભાવથી આકુળતા, અતૃપ્તિ થવા છતાં, જીવ જ્ઞાન સામાન્ય પ્રત્યે વલણ કરતો નથી, અથવા તેમ કરવામાં ધ્યાન ખેંચાતું નથી.
સ્વરૂપની ઓળખાણ અને મહિમાથી સહજપણે સામાન્ય સ્વભાવના આકર્ષણથી અનેકાકાર જ્ઞાન પ્રત્યે ઉદાસીનતા અને નીરસપણું થાય છે, અને સ્વરૂપ ગ્રહણના પ્રયાસમાં, જ્ઞાન સામાન્યનો સહજ આવિર્ભાવ થાય છે . આ વિધિ છે.
(૬૯૧)
વીતરાગ માર્ગમાં, રાગની ઉપાદેયતા નથી. તેમ છતાં માર્ગમાં પ્રવર્તતાં ધર્માત્માને સાધકપણાને લીધે રાગાંશ વર્તે છે, તેની સહજ સ્થિતિ હોવાથી, ચોક્કસ મર્યાદા પણ છે. એટલે કે જે તે ભૂમિકામાં સહજ સ્થિતિએ જે રાગાદિ હોય, તે હોય જ. તેની ઉપાદેયતા ન હોય તો પણ તે હોય જ, તેમ