________________
૧૮૮
અનુભવ સંજીવની
ન જાય
તે
તને મારા પર
જાણવું તે યથાર્થ અને ન્યાય સંગત છે. જો તેમ ન હોય તો અવશ્ય ત્યાં તે ભૂમિકાની સાધકદશા તો નથી, પરંતુ તે ભૂમિકાથી નીચી કોટીની અશુદ્ધતાનો સદ્ભાવ અથવા વિપર્યાસનો સદ્ભાવ હોય છે.
વળી ભૂમિકાને અયોગ્ય / અનુચિત રાગાદિ હોય ત્યાં તો, અંતર વીતરાગતા સંભવતી જ નથી અથવા મુમુક્ષતા પણ સંભવતી નથી. (જો મુમુક્ષુને યોગ્ય ભૂમિકાના પરિણામ ન હોય, તો વિરાધક ભાવોનું અવશ્ય પ્રાબલ્ય હોય છે.)
(૬૯૨)
અકૃત્રિમ સહજ સ્વભાવ સાથે, પરિણામ સહજ ભાવે થાય તો શોભે છે, અથવા સ્વાભાવિકપણું અને સહજતા હોય ત્યાં જ યથાર્થતા વા સમ્યકતા હોય અન્યથા હોય નહિ. સ્વદ્રવ્યનું કર્તા-કર્મપણું સહજ અકર્તાભાવે પૂર્ણતાના લક્ષે પ્રારંભથી જ ચાલુ થાય છે; અને રાગના કર્તાપણાને મૂળથી છેદી કર્તા-કર્મની મિથ્યા પ્રવૃત્તિનો નાશ કરી, અપૂર્વ સમ્યકત્વને નિર્વાણને આપનારું) પ્રાપ્ત થાય છે તેથી જ :–
શ્રી સમયસારજીમાં પરભાવ અને પારદ્રવ્યના કર્તાપણાને સંસારનું મૂળ અથવા અજ્ઞાનનું ફળ દર્શાવ્યું છે. માટે એમ કહે છે કે કર્તા-કર્મપણું અજ્ઞાનને લીધે છે અને જ્ઞાનને લીધે અકર્તાપણું / જ્ઞાતાપણું છે.
(૬૯૩)
મુમુક્ષુને વિચારની ભૂમિકામાં તત્ત્વસંબંધી સમજણ થાય છે, તેમાં રસ/બળનું પ્રમાણ, પરોક્ષપણું હોવાને લીધે સામાન્ય અથવા અલ્પ હોય છે. પરંતુ અવલોકનની ભૂમિકામાં અનુભવનું પ્રત્યક્ષપણું હોવાથી, જ્ઞાનબળ, પ્રતીતિ, કાર્યરસ, વિશેષ હોવાથી તે પરિણમન થવાનું કારણ થાય છે. તેથી માત્ર વિચાર–જ્ઞાનથી કાર્ય સિદ્ધિ થતી નથી – અથવા વિચારવાથી જ્ઞાન કેળવાઈને ભાવભાસન થઈ શકે નહિ. ભાવભાસન થવા માટે પ્રયોગ અનિવાર્ય છે, તેથી
માત્ર વિચારની પદ્ધતિ, પરિણમન થવા અર્થે પર્યાપ્ત નથી. તેમાં ધ્યેય શૂન્યપણાને લીધે, થાક લાગે છે. પ્રયોગ ધ્યેયના લક્ષે થતાં, તેમાં થાક લાગતો નથી, પરંતુ કાર્ય રસ વૃદ્ધિગત થતો જાય છે.
(૬૯૪)
હું પ્રત્યક્ષ જ્ઞાનમાત્ર ભાવ છું. આમાં આખું સમયસાર આવી જાય છે. સાધ્ય-સાધક અધિકારમાં ઉક્ત વચનામૃત ભગવાન અમૃતચંદ્ર આચાર્યદેવનું છે. તેમાં અન્ય શેયને જાણવું તે ભ્રાંતિ કહી છે. તેમાં યજ્ઞાયક સંકરદોષનો નિષેધ કર્યો છે. પરંતુ ત્યાં સ્વપર પ્રકાશક પણાનો - સ્વભાવનો . નિષેધ કર્યો નથી, તેમ સમજવા યોગ્ય છે. શ્લોક . ર૭૧નું તાત્પર્ય એ છે કે – હું પોતાને / સ્વરૂપને વેદ્ય વેદકરૂપે જાણું છું. (અભેદ અનુભવરૂપે ત્યાં અન્ય શેયથી શું પ્રયોજન