________________
૧૭૮
અનુભવ સંજીવની સમજવા પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યાં સુધી આત્મહિતરૂપ ગંભીર આશય ન સમજાય, ત્યાં સુધી કોઈ અભિપ્રાય / નિર્ણય બાંધી લેવો તે યોગ્ય નથી પ્રાયઃ નુકસાનનું કારણ થાય છે, તેથી જિજ્ઞાસામાં રહેવું – તે મુમુક્ષુ માટે વધુ ઉચિત છે. તેમાં પણ મહાપુરુષ જ્યારે જૈનેતર - ગ્રંથ અથવા વ્યક્તિ વિશેષ સંબંધી વચન પ્રકાશતા હોય ત્યારે મતાંતરની દષ્ટિ ગૌણ કરી, તત્ત્વષ્ટિની મુખ્યતાથી વિચારતાં પરમાર્થ સમજાય છે સંપ્રદાય બુદ્ધિથી તેનો પરમાર્થ સમજવામાં ન આવે તેથી જુઓ - ૬૩૯) અહીં વિશાળ અને મધ્યસ્થ બુદ્ધિરૂપ પાત્રતા હોવી જરૂરી છે. જેમણે તિક્ષ્ણ ગુણદષ્ટિથી, ગહન ગુણદૃષ્ટિથી અન્ય મતના શાસ્ત્રોમાંથી પણ પરમાર્થ પ્રકાશ્યો, તેમની ભગવતી પ્રજ્ઞાને નમસ્કાર હો ! નમસ્કાર હો. !!
(૬૫૧)
આત્માર્થી જીવ દોષ ટાળવાના દૃષ્ટિકોણપૂર્વક પોતાના પરિણામમાં જાગૃત રહી અવલોકન કરે છે, તેમાં વિષય કષાય પ્રતિ ખેદ થઈ આવે છે. ક્વચિત્ પોતાનું નિર્વીર્યપણું અને પામરતા જોઈને વિશેષ ખેદ પણ થાય છે. પરંતુ માત્ર એકલો ખેદ કરીને આત્માર્થી અટકી રહેતા નથી; અથવા એકલા ખેદ ભાવોમાં રહેવું / અટકવું યોગ્ય નથી. તેવો એકાંત નિરાશા માર્ગ નથી.) તેવા ભાવથી ફરી, મહાપુરુષોના ચારિત્ર, અને વચનોનું અવલંબન ગ્રહણ કરીને, આત્મવીર્યને, પોતે આત્મગુણો પ્રતિ ઉછાળે છે. મહાપુરુષનું જે આચરણ અને વચનને આધારભૂત એવા પરમ તત્ત્વને ગ્રહણ કરવાના પુરુષાર્થમાં પ્રેરાય છે, અને જ્યાં સુધી વિજય પામતા નથી ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે છે, અને અંતે સફળ થાય જ છે, તે નિઃસંશય છે. - આમ ખેદભાવ અને આત્મવીર્યનું સંતુલનપૂર્વક અનુસંધાન થાય, તેવો જ્ઞાનીનો માર્ગ છે.
(૬૫૨)
ડિસેમ્બર - ૧૯૯૦ માર્ગનું – ઉપદેશકપણું પરમગુરુ શ્રી જિન તીર્થંકરદેવને વિષે માત્ર યોગ્ય છે. અને તે દશાની અતિ નિકટ એવી આરાધક દશામાં વર્તતા નિગ્રંથ વીતરાગી સર્વસંગ પરિત્યાગી મુનીરાજ, કે જેઓ પોતે જ મૂર્તિમંત મોક્ષમાર્ગ સ્વરૂપ છે, તેમને વિષે ઘટે છે. જે છઠ્ઠા ગુણસ્થાનકે સંભવે છે. તેથી નીચેના ગુણસ્થાનકે ચોથા-પાંચમા) માર્ગ પ્રાપ્તિ થઈ હોવાથી, તેઓ દર્શાવી શકે છે, પરંતુ અંતર્બાહ્ય અવિરોધપણું ન હોવાથી, ઉપદેશપણું ઘટતું નથી, તો પછી માત્ર મુમુક્ષુપણામાં માર્ગની, તત્ત્વની, આત્માની, કે જ્ઞાનીની ઓળખાણ ન થઈ હોય, માત્ર થોડા શાસ્ત્ર અભ્યાસથી ધારણા રહી હોય, તેમણે તો ઉપદેશક ભાવે, અજાગૃત રહી, જરાપણ વર્તવું ઘટતું નથી. એ ભૂમિકામાં જિજ્ઞાસુ રહેવું તે જ યોગ્ય છે. ઉપદેશક ભાવ રહેતાં, વર્તતા, કુગુરુપણું છે, માર્ગનું વિરોધપણું છે, અને તે પ્રગટ મિથ્યાત્વ છે. પરસ્પરની ચર્ચા અને વાદ-વિવાદ પ્રસંગે, પોતે ઉપદેશક ભાવે ન વર્તે, તેવી જાગૃતિ