________________
અનુભવ સંજીવની
૧૭૭ શાસ્ત્ર અધ્યયન કરનારને ઉઘાડ વધે છે. પર્યાય દૃષ્ટિને લીધે, અનિવાર્યપણે અભિમાન (ક્ષયોપશમનું વધે છે તેની જાગૃતિ ન હોય તો ભેદ બુદ્ધિથી અનેક પડખાં, ન્યાય આદિ જાણવાની આકાંક્ષા રહ્યા કરે છે. - આમ વૃત્તિ બહારની બહાર જ ખેંચાયેલી રહે છે. અને અભેદ સ્વરૂપનું જ્ઞાન રહી જાય છે. પરંતુ અભેદ સ્વરૂપની દૃષ્ટિપૂર્વક સ્વરૂપના ઊંડાણમાં ઉપયોગ જતાં, ભેદો જણાઈ જતાં, તેથી પણ અભેદ સ્વભાવની પુષ્ટિ થાય તે યથાર્થ | સમ્યક્ પરિણમન છે. તેથી મુમુક્ષુજીને પ્રથમ જ દૃષ્ટિ પ્રગટ કરવા યોગ્ય છે. તે પહેલાં જ્ઞાન (ક્ષયોપશમી વૃદ્ધિમાં જવું નહિ અથવા દૃષ્ટિ પ્રગટાવવા અર્થે જ્ઞાનાભ્યાસ કર્તવ્ય છે; અન્ય હેતુએ જ્ઞાનાભ્યાસ ઉપકારી નથી. (૬૪૮).
પાત્રતાવાન જીવ અંતરથી અસત્સંગ તથા અસત્વસંગથી પાછો વળી નિજ વિચારમાં / આત્મવિચારમાં, સત્સંગને આરાધતો થકો પ્રવર્તે છે.
આત્મ-વિચાર બળવાન થવાથી પુરુષાર્થ યોગ્ય થઈ અંતર્ભેદજાગૃતિ થાય, તો મોક્ષ સમીપ છે. – આવી યોગ્યતા બને તો મનુષ્યપણું સફળ છે – અને આ રીતે મનુષ્યપણું જરૂર સફળ કરી લેવા જેવું છે. ફરી ફરી આવી તક નહિ મળે તેમ જાણી, શુદ્ધ અંતઃકરણથી, અર્થાત્ નિર્મળ પરિણામથી, આત્મહિત કરી લેવા તત્પર થવું, જેથી અનંતકાળ માટેનું બીજ રોપાય જાય.
આત્મ-વિચાર બળ વર્ધમાન થતાં અંતરમાં સ્વરૂપ ગ્રહણ થવા પર્યત વીર્યની ફુરણા જાગૃત થાય તેમાં અંતર ભૂદાઈને અનુભવ થવાનો પ્રયત્ન છે–પથાર્થ પ્રયત્ન છે. જે નિષ્ફળ થતો નથી.
અંતર ભેદાવું એટલે, ઊંડી ચોંટ લાગવી, જેને લીધે તત્કાળ પ્રયાસ ચાલુ થાય . અને આત્મજાગૃતિ આવે. બીજો ભાવ એમ પણ છે કે મિથ્યાત્વની ગ્રંથી ભેદાય તો તત્ક્ષણ સંસારની અનંતતાનો અભાવ થાય.
(૬૪૯)
આત્મહિત સાધ્યા પહેલાં માત્ર ધારણા જ્ઞાનથી ધર્મપ્રભાવના (ની પ્રવૃત્તિ) કરવા યોગ્ય નથી. આત્માર્થી જીવે એક લયથી આત્મહિતના પ્રયાસમાં તત્પર રહેવું તેમ થતાં નિશ્ચય પ્રભાવના થાય, તેમાં નિજ સુખ પીવામાં મગ્ન રહેવું–તેમ થતાં, જો શાસનની પ્રભાવનાનો યોગ હશે તો તદ્ અનુસાર સહજ વિકલ્પ આવશે; અને હોનહાર પ્રમાણે જે પ્રભાવના થવાની હશે, તે થશે. પરંતુ આત્મહિત સધાયા પહેલાં બાહ્ય પ્રભાવનાનાં સંકલ્પ કરવા નહિ, તેમાં ઘણું જોખમ છે. અર્થાત્ અહિત થવાની ઘણી સંભાવનાઓ છે. તેમ છતાં મુમુક્ષુની દશાએ તેવો યોગ્ય બાજે તો સત્પુરુષની આજ્ઞાએ અંતરમાં માન અને લોભથી અત્યંત અત્યંત જાગૃત રહી, ભવભયથી ડરતાં ડરતાં, આત્માર્થ મુખ્ય રાખી પ્રવર્તવું –યોગ્ય છે.
(૬૫૦)
મહાપુરુષનાં વચનોને અગંભીરતાથી વિચારવા ન જોઈએ. પરંતુ તેમાં રહેલાં ગંભીર આશયને