________________
૧૭૬
અનુભવ સંજીવની પારમાર્થિક વિચક્ષણતા ! પરમ ભક્તિથી તેમને નમસ્કાર હો !
(૬૪૪)
પરમસ્વરૂપ પોતે જ સર્વ સ્વરૂપે ઉપાદેય છે.” – આવી દ્રવ્યદૃષ્ટિપૂર્વક ઉત્પન્ન જ્ઞાનનો આ મહાવિવેક છે, જે હંમેશા ધર્માત્માને જળવાય રહે છે. તેથી સમગ્ર પરિણમનમાં આ વલણ ચાલુ રહે છે. તુલ દેવામાં જરાપણ અયથાર્થરૂપ અધિક કે હીનપણું ન થાય એવી સમ્યક મર્યાદા ઉકત દૃષ્ટિથી સહજ પ્રાપ્ત હોવાથી, તે ખરેખર કલ્યાણમૂર્તિ જ (સમ્યક્દર્શન) છે. (૬૪૫)
તરવાના કામી જીવો હોય તો જ્ઞાની પુરુષને અનુકંપા આવે છે. અને મૂળ માર્ગનઈ જૈન શાસનનો ઉદ્યોત થાય તો સારું તેવી વૃત્તિ ઊઠે છે. પરંતુ અંતરંગમાં દઢ અભિપ્રાય પ્રથમથી જ હોય છે કે, “ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેને પચાવવાની યથાયોગ્યતા, અંતર્બાહ્ય ત્યાગ-વૈરાગ્યમય માર્ગને અનુરૂપ સ્થિતિ) વિના, માન–પૂજાની અલ્પ પણ સ્પૃહા હોય તો, માર્ગ ઉપદેશવો નહિ.” (નિજહિતની મુખ્યતા હોવાથી) યદ્યપિ જૈનશાસન મૂળમાર્ગનો ઉદ્યોત થાય તે મોટી વાત છે, કેમકે તેથી અનેકાનેક જીવોને સ્વરૂપ સંસ્કાર, આસ્થા આદિ થતાં માર્ગને પામે તો તેનું સદ્ગતિ પામે તેનું મૂલ્ય ઘણું મોટું છે. તોપણ જ્ઞાન પ્રભાવ અને અંગમાં ત્યાગ હોય તો જ બીજા જીવોને અનુસરણ થવાનું નિમિત્ત થાય, તેમ જાણી અર્થાત્ તેવું બળવાન કારણ જાણી, જ્ઞાની પરિગ્રહાઆદિને ત્યાગવા વિચારે છે. જો કે સર્વસંગ પરિત્યાગ થયે, તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી, પરંતુ તે પ્રવૃત્તિ સંબંધિત પણ આગ્રહ રાખવો નહિ . એવી નીતિ પ્રથમથી જ નિશ્ચિત હોય છે, અને તેથી આત્માર્થની જ પ્રધાનતા રહે છે. ત્યાં પ્રવૃત્તિ સહજ સ્વ-પર હિતકારક થઈ પડે છે. – એવો શ્રી તીર્થંકર દેવનો માર્ગ છે. ત્રિકાળ “જિનમાર્ગ” જયવંત વર્તો !
(૬૪૬)
શાસ્ત્ર વાંચન કરવું પડતું હોય અથવા આત્માર્થે સત્સંગના હેતુથી કરાતુ હોય તો, જ્ઞાની પુરુષની દશાની વિશેષતા | મહાનતાને લક્ષમાં લઈ, તેમનો મહિમા ભાસવાથી વાંચન કરનારને પોતાની લઘુતા | પામરતાનું ભાન રહેતાં અહંભાવ થતો નથી. તેમજ આવા પ્રસંગે જો અહંભાવ થાય, તો તે કાળકૂટ ઝેર જ છે, તેમ આગળથી પ્રતીત કર્યું હોય, તો તેમ થવાનો સંભવ ઓછો થાય. અંદરમાં કાંઈપણ વચન વા બુદ્ધિ ચાતુર્ય આદિની ભાવમાં મીઠાશ સૂક્ષ્મપણે રાખી હોય તો તે ક્યારેક વૃદ્ધિગત થઈ અહંભાવને ઉત્પન્ન કરે તે નિઃશંક છે. તેમ જાગૃતિ રાખતાં, વિનમ્રતા રહેવાથી તેનું (નમ્રપણાનું) અહપણું પણ ન થાય, ત્યાં સુધી સંભાળ રાખવી ઘટે છે. કારણકે આ સ્થાન વધું જોખમી છે.
(૬૪૭)