________________
અનુભવ સંજીવની
૧૭૫
વાણીમાં અપૂર્વ સ્વભાવનું નિરૂપણ, પૂર્વાર્ધર અવિરોધપણે, આત્માર્થ સાધક થતું માલૂમ પડે છે. ત્યારે વિશેષ પરિચયથી, તેમના અંતર-પરિણમનમાં વૃતિક્રિયા ચેષ્ટિતપણું, સ્વરૂપનું એકત્વ, અને બાહ્ય પરિણમનમાં રાગથી અને દેહાદિ સંયોગથી વિભક્તપણું અર્થાત્ ભિન્નતા દેખાય છે. તેમનો ચૈતન્યરસ પ્રગટપણે જોવામાં આવે છે. ત્યારે તેમની મુદ્રા, નેત્રો અને જાગૃત ચૈતન્યની ચેષ્ટા, ભાનસહિતપણું હોવારૂપે લક્ષગોચર થાય છે.
તેમના પરિણમનનું વલણ વાણીમાં આશયભેદ ઊભો કરે છે. અર્થાત્ સર્વ કથનનું કેન્દ્ર સ્થાન પરમાર્થરૂપે, પુરુષાર્થ પ્રેરકપણે લાગે છે. પરમ સરળતા અને તેથી ઉત્પન્ન ઉદાત્તપણાને લીધે નિષ્કારણ કરુણાશીલતા, મધ્યસ્થતા આદિ ગુણો અલૌકિક સાધક કોટીના (મુમુક્ષુ કોટીથી ૫૨) જણાય ત્યારે મુમુક્ષુને ઓળખાણપૂર્વકનું બહુમાન અને પરાભક્તિ ઉત્પન્ન થઈ, તથા રૂપ આરાધન થઈ, દર્શનમોહ ઉપશમ થાય તેવી સહજ સ્થિતિ ઉદ્ભવે છે; સુગમપણે બને છે, એ સિદ્ધાંત છે. જેનું પરિણામ અનુક્રમે કૈવલ્યની પ્રાપ્તિ છે. અંતમાં, જેની શ્રદ્ધાદષ્ટિ, નિજ અનંત શાંતિના પિંડ ઉપર છે, અને જેને સ્વયંનો સાક્ષાત્કાર થઈ વસ્તુ પ્રગટ છે, તે પરખાયાથી / જોયાથી તે જ્ઞાનીપુરુષ છે. એમ નિશ્ચય થાય છે.
-
(૬૪૨)
મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય વૈરાગ્ય - ઉપશમ આદિ થઈ દર્શનમોહનો અનુભાગ ઘટતાં ભૂમિકાને યોગ્ય, જ્ઞાનની નિર્મળતા પણ થઈ હોય, અને તેથી સમજણની યથાર્થતા, સુવિચારણા, આત્માર્થાતા, વગેરે પ્રાપ્ત હોય છે—પરંતુ સ્વયં-પ્રત્યક્ષ એવા પરમપદનો સાક્ષાત્કાર થતાં જે દૃષ્ટિથી સ્વયંની મોજૂદગીને દેખે છે । શ્રદ્ધે છે, અને જયાં સ્વ-સ્વરૂપ પ્રગટ વર્તે છે તેની ભેદરેખા, દૃષ્ટિબળ, આત્મરસ દ્વારા પ્રદર્શિત થાય છે.
/
આમ મુમુક્ષુતામાં સ્વરૂપ પ્રત્યક્ષતાનો અભાવ છે – જ્ઞાનીપુરુષને વસ્તુ સાક્ષાત્ મોજૂદ છે, તેઓ તે રૂપે થયા છે. જેથી સર્વાંગ તથારૂપ વિલક્ષણતા, સુપાત્ર મુમુક્ષુના નેત્રો જોઈ શકે છે, અન્ય જ્ઞાની પણ જોઈ શકે છે.
(૬૪૩)
*
જ્યાં વસ્તુ - પોતે સ્વયં પ્રત્યક્ષ છે, ત્યાં ન્યાય, યુક્તિ, આગમ, અનુમાન આદિ સંબંધિત વિકલ્પોનું શું પ્રયોજન છે ? “હું પોતે અત્યંત વેદન પ્રત્યક્ષ છું, વિકલ્પના અભાવ સ્વભાવે છું.’’ તેમાં સર્વ કર્તવ્ય સમાય જાય છે.
નિજ સંભાળમાં પરની સાવધાની સહજ છૂટી જાય છે. પરની સાવધાનીમાં નિજ સંભાળ નહિ રહે . પોતાનો અમૂલ્ય સમય વ્યર્થ જશે. તેથી અપ્રમતપણે સ્વરૂપ સંભાળવા યોગ્ય છે. આત્મભાવ સાધ્ય થાય, માત્ર તેમજ, સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં વર્તવું – એ જ જિનાજ્ઞા છે. સર્વ સત્પુરુષોના અંતર ચારિત્રને અવલોકતાં, તેઓ એમ જ પ્રવર્ત્ય છે. અહો ! એમની ધીરજ ! અહો ! તેમની