________________
૧૭૪
અનુભવ સંજીવની સપુરુષની વાણીની વિલક્ષણતાઓ :
૧. આશય ભેદ – એટલે કે તેમની વાણી મૂળ આત્મસ્વરૂપને કેન્દ્રસ્થાનમાં રાખે છે અથવા સર્વ કથન વિસ્તારનું કેન્દ્ર બિંદુ, શુદ્ધાત્મા અને તેનો આશ્રય થવો તે.
૨. પૂર્વાર્પર અવિરોધપણું – પદાર્થ દર્શન અને પ્રત્યક્ષ અનુભવ હોવાથી, વિરુદ્ધ ધર્મોનું જ્ઞાન પણ અવિરોધપણે હોવાથી; તેમજ મુખ્ય-ગૌણની પરિણામ પદ્ધતિ, પ્રયોજન અનુસાર સહજ વર્તતી હોવાથી, સંતુલિત પરિણમનદશાનું દ્યોતક વચન યોગ હોય.
૩. આત્માર્થ ઉપદેશક – સર્વ ભૂમિકાના શિષ્યને આત્માર્થ સધાય અથવા ક્યાંય પણ આત્માર્થની વિરુદ્ધતા ન થાય તેવો જ ઉપદેશ.
૪. અપૂર્વ વાણી – અપૂર્વ સ્વભાવને અપૂર્વભાવે વ્યક્ત કરતી વાણી, સાંભળનારને પણ અપૂર્વતા જ ભાસે. (યોગ્યતા હોય તો...
૫. અનુભવ અભિવ્યક્તિ - અનુભવ સહિત નિર્મળ ચૈતન્ય દશા અને અલૌકિક ગુણોનો અતિશયથી પ્રભાવિત વચન યોગપણું હોવાથી, આત્માની ભાનદશા - જાગૃત ચૈતન્યની દશાપૂર્વકનો વચનયોગ, શ્રોતાને પણ સતત જાગૃત કરનાર, પુરુષાર્થ જગાડનાર હોય છે. તેમજ ભાવનાથી ભિંજાયેલી, વાસ્તવિકતાની પ્રકાશક હોવાથી શુષ્કતા, કલ્પના અને એકાંતિકપણાથી રહિત હોય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ અને જ્ઞાનીને તે ઓળખાય છે. બીજાને ભ્રાંતિ થવા યોગ્ય છે. (૬૪૦)
સ્વરૂપલક્ષે, વિકલ્પ-ચિંતનાદિમાં થાક લાગે, ત્યારે જ વિકલ્પથી વિરામ પમાય. પર્યાય ઉપરનું વજન અત્યંત ઘટે; અને એકદમ તીવ્ર ધગશથી અંદરમાં ઉતરી જવાય (અભેદ / નિર્વિકલ્પ દશા આ પ્રકારે સહજ થાય.)
નિર્વિકલ્પ સ્વરૂપના લક્ષ, સ્વરૂપરસ વૃદ્ધિગત થાય છે. સ્વરૂપલક્ષે, સ્વરૂપનો મહિમા વર્ધમાન થતો જાય છે, જે વિકલ્પથી વિરુદ્ધ રસ છે, આ ચૈતન્ય રસ અથવા આત્મરસની તીવ્રતા સ્વાનુભવનું કારણ છે.
(૬૪૧)
જ્ઞાનદશામાં જ્ઞાની પુરુષ અનેક ગુણોથી વિભૂષિત થયા થકાં મહાન આત્મગુણોની અતિશયથી ! પ્રગટતાથી શોભે છે. તેમની અસામાન્ય દશા હોવા છતાં અને દ્રવ્ય ક્ષેત્રે) સમીપતા પ્રાપ્ત થવા છતાં, પોતાની યોગ્યતાની ક્ષતિને લીધે, જીવને ઓળખાણ થઈ નથી. તેવા તેવા યોગે બાહ્યદષ્ટિથી જોવાનું માપવાનું નેત્ર બંધ કરવું જોઈએ, તે કર્યું નથી, તેથી અને માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવનાપૂર્વક સપુરુષને ઓળખાવની તીવ્રતાવાળો દષ્ટિકોણના અભાવને લીધે, જ્ઞાની પુરુષનું વિલક્ષણ સ્વરૂપ લક્ષમાં આવ્યું નહિ. માર્ગને શોધતા છતાં, માર્ગ નહિ મળવાથી મૂંઝવણમાં પડેલા આત્માર્થી જીવની મૂંઝવણ, જેની અનુભવ. વાણીથી મટે છે અને પરમાર્થ વિષય ઉપર જેનું લક્ષ હોય, તેને જ્ઞાની પુરુષની