________________
અનુભવ સંજીવની
૧૭૯ આત્માર્થીને હોય છે. નમ્ર ભાવે માત્ર પોતાની સમજણ વ્યક્ત કરી, સત્સંગ કરવાની બુદ્ધિએ પરસ્પર સમાગમ કરવા યોગ્ય છે.
(૬૫૩)
દર્શનમોહની તીવ્રતાએ, સ્વરૂપ અવલોકન થઈ શકતું નથી. આ સ્થિતિમાં, શાસ્ત્રથી થયેલ જાણપણું અને મંદ કષાય પણ સફળ થતાં નથી. તેથી દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપઅવલોકન દષ્ટિ પરિણમે છે.
દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ, આત્મહિતના લક્ષે જ્ઞાની પુરુષનો વિશેષ સમાગમ, ગુણપ્રાપ્તિની જિજ્ઞાસાવૃત્તિ, તથા પરમશાંતરસ પ્રતિપાદક વીતરાગ શ્રતની ઊંડી ચિંતવના . એ છે. આત્માર્થીને નિરંતર તે ઉપાસવા યોગ્ય છે. આત્મહિતની દુર્લભતા સમજીને અપ્રમાદપણે ઉપાસવામાં ન આવે તો તે આ જીવનું અવિચારીપણું છે. પારમાર્થિક મૃતનું અવલંબન ઈન્દ્રિય જય / ઇન્દ્રિય નિરોધપૂર્વક થવો ઘટે છે. ઉલ્લાસિત વીર્યથી આત્મહિત સાધવું. (૬૫૪)
આત્માનો અનંત મહિમા શાથી ? નિર્મળ ચૈતન્યના અમૃતરસથી પૂર્ણ હોવાથી. (૬૫૫).
છે જેને મુનિદશાની ભાવના (પુરુષાર્થ સહિત) વર્તતી હોય, તે શ્રાવક છે.
(૬૫૬)
અનંત શાંતિના પિંડ ઉપર દૃષ્ટિ જતાં પ્રત્યક્ષ વિદ્યમાન દેખાતા) શાંતિના શ્રોતના શ્રોત વહેવા લાગે.
(૬૫૭)
ધ્યેય શૂન્ય તત્ત્વ-શ્રવણ, વાંચન વગેરે નિષ્ફળ છે.
(૬૫૮)
સત્સંગને સકામપણે ઉપાસતાં સુલભબોધિપણું નાશ થાય. બોધ સ્પર્શે નહિ.
(૬૫૯)
સંશાસ્ત્ર અને સત્સંગ આત્મરુચિ, આત્મરસ અને ભાવનાના પોષણના નિમિત્ત છે. ત્યાં પણ નિમિત્ત પ્રધાનતા થાય તો ઉપાદાન ગૌણ થઈ જાય તે લક્ષ રાખવું.
જેની બુદ્ધિ અનર્થ બીજાનું અહિત)માં હોય તેને પૂર્વાર્પર આગળ પાછળ પોતાનું અહિત)નો વિચાર ઉત્પન્ન થતો નથી. તે પોતાનો નાશ થતો હોય તો પણ તે સુખ માને છે. (૬૬૧)
પ્રમાદ પરમ રિપુ છે –કૃત કૃત્ય દશા થયાં પહેલાં તેનો ભય રાખવો, તે નિર્ભય થવાનો