________________
25
અવશ્ય બંધાયેલી છે. (૩) દિશાબોધ :
સત્સંગનો અભાવ, સ્વયંના તત્ત્વજ્ઞાનના રસને નહીં મળતું પોષણ, સત્યની શોધ અને સુખથી વંચિત અંતરંગ અતૃપ્ત પરિણતિ, આવી અંતરંગ પરિસ્થિતિ વચ્ચે, વિધિની કોઈ ધન્ય પળ આવે છે. એક દિવસ પેઢી ઉપર બેસીને કામ કરી રહ્યાં છે. ત્યાં બાજુમાં પડેલા એક ગ્રંથ ઉપર નજર જાય છે અને ગ્રંથનું નામ વાંચે છે . ‘શ્રીમદ્ રાજચંદ્ર'. જૈન દર્શનમાં પ્રવેશ થવાનું પહેલું નિમિત્ત કારણ બની ગયું. મુક્ત થવાની દિશાના મંડાણનો પ્રથમ મંગલ પ્રસંગ બન્યો. જિજ્ઞાસા સાથે ગ્રંથના પાના ફેરવી જોતાં લાગ્યું કે કોઈ તત્ત્વજ્ઞાન વિષયક ગ્રંથ છે. ગ્રંથનો વિશેષ અભ્યાસ કરતાં લખનાર એવા કુ. દેવ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતોથી પોતે પ્રભાવિત થાય છે. તેમની મધ્યસ્થતા જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. તત્ત્વજ્ઞાનના રસને પોષણ મળ્યું, અંતરંગ અતૃપ્ત પરિણતિને જાણે કે વિશ્રાંતિનું સ્થાન મળ્યું !!
આ ગ્રંથ વાંચતા એવી પ્રતીતિ થાય છે કે જૈન દર્શનમાં જીવ અને જડ પરમાણુનું વિજ્ઞાન છે અને બન્ને પદાર્થોમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધે જે અસર ઉત્પન્ન થાય છે તેનાથી જીવમાં સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી જાય તો હંમેશને માટે બહુ મોટુ કામ થઈ જાય આ અપેક્ષાથી જૈન દર્શનમાં ઊંડા ઉતરવાનો અત્યંત રસ ઉત્પન્ન થયો. ગુણ-દોષની ચર્ચા, પદાર્થની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નય, પ્રમાણની પદ્ધતિથી સુવ્યવસ્થિત પ્રતિપાદન કરવાની પદ્ધતિ જોઈને જૈન દર્શનની સર્વોત્કૃષ્ટતા હૃદયમાં અંકિત થઈ ગઈ. અનંત કાળથી ચાલી રહેલા જન્મ-મરણ અને તે દરમ્યાન થતાં દુઃખ અને ક્લેશથી છૂટવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે, આ વાત ઉપર ધ્યાન જાય છે. આ કારણથી ગમે તેમ કરીને કોઈપણ આત્મજ્ઞાનીના સાન્નિધ્યમાં રહીને પોતાના પ્રત્યેક પરિણામોનું નિવેદન કરીને માર્ગદર્શન મેળવવું એવો સૌ પ્રથમ મંગલ વિચાર ઉદ્ભવે છે. કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સત્સંગના મહત્ત્વ અંગેના વિચારો યથાર્થ પ્રકારે સમજાયાથી સત્સંગ અર્થે તીવ્ર ભાવના રહ્યા કરે છે અને જ્યાં ચાહ છે ત્યાં રાહ છે' એ અનુસાર ભાવના ફળે છે અને ભાવનગરમાં એક ધર્મપ્રેમી મુમુક્ષુને ત્યાં સત્સંગની સુમંગલ શરૂઆત થાય છે.
(૪) નિજ પરમાત્માના વિયોગની વેદના તથા ઝૂરણા :
કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અત્યંત ગહન અવગાહન ચાલે છે અને સુખ-દુઃખની સમસ્યાનો ઉકેલ મળી શકે એમ છે તેમ દેખાતાં હૃદય પ્રતિદિન આ સમસ્યાને ઉકેલવા માટે ઊંડે-ઊંડે ઉતરવા લાગ્યું. સત્ય સુખ ક્યાં છે ? દુઃખની નિવૃત્તિ કેમ થાય ? સર્વ પ્રકારના દોષથી કઈ રીતે નિવૃત્ત થવાય ? જન્મ-મરણ શા માટે ? જન્મ-મરણનો આત્યંતિક વિયોગ