________________
૧૮૨
અનુભવ સંજીવની
સત્પુરુષને ઓળખતાં, તેમના પ્રત્યે જેને પરમેશ્વરબુદ્ધિ થઈ પરમ વિનય પ્રાપ્ત થાય, તેને જ આત્મસ્વરૂપ ઓળખાય, તે સિવાઈ અનાદિ મિથ્યાદષ્ટિને આત્મસ્વરૂપે રહેલ પરમાત્માની ઓળખાણ થઈ શકતી નથી. આવી વસ્તુસ્થિતિ હોવાથી જિનાગમને વિષે ઠામ ઠામ સત્પુરુષનો મહિમા પ્રકાશ્યો છે; તેની પ્રતીતિ થતાં સ્વચ્છંદ ન થાય-અન્યથા સ્વચ્છંદ જવો મુશ્કેલ છે. “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત” એ પદનો મર્મ પણ ઉપર્યુક્ત રહસ્યને પ્રકાશે
છે.
(૬૭૦)
પરિણામ બે પ્રકારે કાર્ય કરે છે. એક અવલંબવા રૂપે, અને બીજું અવલંબ્યા વિના માત્ર જાણીને પ્રવર્તવારૂપે. હવે મોક્ષમાર્ગમાં શુદ્ધનય દ્વારા, એક શુદ્ધ ધ્રુવ નિજસ્વરૂપ જ અવલંબવા યોગ્ય છે, ગુણભેદ કે કોઈપણ પર્યાય અવલંબનને યોગ્ય નથી. ગુણભેદ, શુદ્ધાશુદ્ધ, પર્યાય અને નિમિત્ત કે જે વ્યવહારનયના વિષયો છે (સમકિત, શુદ્ઘનય, વીતરાગતા વગેરે પણ) તે જાણવા યોગ્ય છે, પણ અવલંબવા યોગ્ય નથી.
આ બે મુદ્દા પરિણમનમાં યથાસ્થાને ન રહેવાથી જીવ અનાદિ પર્યાય દષ્ટિ હોવાથી પ્રાયઃ ઉભયાભાસી થઈ જાય છે. તેમાં (વર્તમાન) ‘પર્યાયમાત્ર હું' - એવું અવલંબન રહ્યા કરે છે, અને પોતાનું મૂળ સ્વરૂપનું લક્ષ / ભાન ન રહેવાથી, કલ્પનામાત્રપણે નિશ્ચયની શ્રદ્ધા માન્યતા કરી છે, – તેવી સ્થિતિમાં વર્તવાનું થાય છે, અને શુભયોગની પ્રવૃત્તિ પરિણામને યોગ્ય વ્યવહાર મનાય છે. જે ભ્રમ છે. આ ઉપરાંત શબ્દનય (ભાષા) ના પ્રકરણમાં એક જ દ્રવ્ય / ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે અને તેને જ ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપે નિરૂપણ કરવો તે વ્યવહારનય છે. ત્યાં એક જ વિષય પ્રકારે કહેવાય છે. તેનું નામ નિશ્ચય - વ્યવહાર
છે.
(૬૭૧)
–
*
સામાન્યપણે સ્વરૂપનો વિચાર કરવો, મનન કરવું, તેમ ઉપદેશ છે, કારણ કે જીવ ઉદયમાં ઉદાસીન / નીરસ પણાના અભાવને લીધે ઉદય પરિણામથી ઉપયોગને નિવૃત્ત કરતો નથી.
પરંતુ, વિશેષપણે સત્પુરુષ એમ કહે છે કે વિચાર કર્યા કરવાથી તો વિચારમાં આત્મા પરોક્ષ રહેવાથી આત્મ-જાગૃતિ ઉત્પન્ન થતી નથી. રુચિપૂર્વક, જ્ઞાન લક્ષણે સદાય સ્ફુરિત એવા અખંડ સ્વરૂપને ગ્રહણ કરવાનો (હયાતીને વેદવાનો) પ્રયાસ થવો ઘટે, કારણ ગ્રહણ કરવામાં આત્મા પ્રત્યક્ષ છે, જ્યારે શ્રવણ–વિચારમાં આત્માની પરોક્ષપણાને લીધે પ્રાપ્તિ થતી નથી આ વિધિ-વિષયક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.
(૬૭૨)
જ્ઞાનમાત્ર આત્માનો નિશ્ચય થતાં
અધ્યાત્મમાં તે પરમસત્ય, પરમકલ્યાણ સ્વરૂપ; અને