________________
અનુભવ સંજીવની
૧૮૩ અનુભવવા યોગ્ય – પણે નિશ્ચય કરીને તેની રુચિ / પ્રીતિ થઈ તેમાંજ સંતોષ પ્રાપ્ત કરીને, તૃપ્ત થવાથી વચનાતીત આનંદની અનુભૂતિ થાય છે. તેથી જ્ઞાનમાત્ર પોતે, તેટલું જ સત્ય છે, તેટલું જ કલ્યાણ સ્વરૂપ છે, અને તેટલું જ અનુભવનીય છે. તે માટે વધુ પૂછવા . કહેવાની આવશ્યકતા નથી. કારણ રુચિ, સંતોષ અને તૃપ્તિથી ઉત્પન્ન પ્રત્યક્ષ આનંદનું વેદના થવા - હોવાને લીધે, વાંછા, કુતૂહલ આદિ રહેતા / થતા નથી.
(૬૭૩)
જાન્યુઆરી - ૧૯૯૧ Vજ્ઞાની પુરુષની વાણીમાં ચૈતન્યનો રણકાર હોય છે, તેનાથી જ્ઞાની પુરુષ ઓળખાય છે. એ રણકારથી આત્મામાં અપૂર્વતા લાગે અને સાથે સાથે પુરુષાર્થ ઉપડે, તો સ્વરૂપ સમીપતા થઈ જન્મ-મરણનો નાશ થઈ જાય છે. આવું અમૃત જ્ઞાનીની વાણીમાં ભર્યું છે. તેથી જ તેમની વાણીને વચનામૃત કહેવાય છે. તે ખાલી શબ્દ–અલંકાર નથી.
તેવી જ રીતે દ્રવ્ય-દષ્ટિ અને સ્વરૂપભાવનાથી પ્રવાહિત થયેલાં આચાર્યો અને સત્પુરુષોનાં તીખાં વચનો તે ભાષા-અલંકાર નથી, પરંતુ તેમાં શાંત અમૃતરસના સરોવર છલકાય છે, પણ નજર જોઈએ.
(૬૭૪)
ધર્માત્માની નિર્દોષ પવિત્રદશા - ગંભીરતા સમજવા ઊંડી દૃષ્ટિ જોઈએ. તેમાં પણ કૃપાળુદેવની સરળતા અને નમ્રતા તો અતીવ સ્તુતિ કરવા યોગ્ય છે. બીજા કોઈને સંતાપરૂપ થવાનો સ્વપ્ન પણ વિચાર નથી. જેને, છતાં ભ્રાંતિથી કોઈને દુઃખરૂપ થયાનું લાગે તો દાસત્વ ભાવે ક્ષમા યાચના કર્યા પછી દુઃખરૂપ કોણ માને ? ઉદય પ્રસંગે કેવું સંતનું વલણ થાય છે. તેનો બોધ સ્વયં મળી જાય – તેવા સાક્ષાત્ બોધસ્વરૂપ સંતોના ચરણ પરમ ભક્તિથી સેવવા યોગ્ય છે. (૬૭૫)
સ્વરૂપનિશ્ચય પરલક્ષી જ્ઞાન / વિચારમાં થતો નથી પરંતુ અંતર પ્રયોગની ભૂમિકાવાળા જીવનું જ્ઞાન સ્વ સન્મુખ થતાં સ્વસંવેદનને લીધે અર્થાત્ સ્વ સન્મુખતામાં જ્ઞાન – વેદનથી જ્ઞાનનું ગ્રહણ થતાં, યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય છે. તે જ જ્ઞાનની પ્રધાનતા વાસ્તવમાં છે, ત્યાં રાગનો સદ્ભાવ હોવા છતાં, એકન્યાયે અંશે રાગનો અભાવ કરીને નિશ્ચય કર્યો – એમ કહેવામાં આવે છે. નિજાવલોકનનો પ્રયાસ . તે રૂપ અભ્યાસ, પરલક્ષી જ્ઞાનને, સ્વલક્ષી થવાની પ્રક્રિયા છે. તે સિવાઈ માત્ર બાહ્ય-વિચાર, વાંચનની પદ્ધતિ કાર્યકારી થતી નથી. અનંતકાળમાં જીવે કદી પરસન્મુખતાને છોડી સ્વસમ્મુખતા કરી નથી. પ્રથમ સ્વરૂપ નિશ્ચય થાય, તે કાળે પુરુષાર્થ, પાત્રતા, અને સ્વસમ્મુખતા થાય તે અપૂર્વ છે.
(૬૭૬)