________________
૧૮૪
અનુભવ સંજીવની સંગ કોનો કરવો ? તે અતિ મહત્વનો પ્રશ્ન મુમુક્ષુ માટે છે. સામા જીવની પરીક્ષા કરવામાં, તે માટેની મધ્યસ્થતા, ક્ષમતા, યોગ્યતા વગેરે અપેક્ષિત છે. તેથી તેનો સુગમ ઉપાય એ છે કે, જેના સંગથી આત્માર્થ પોસાય, વા આત્મતા પ્રત્યે પરિણામ ગતિ કરે, તે પ્રકાર પોતામાં તપાસી, તદ્ અનુકૂળ સંગ - તે સત્સંગ સમ્મત કરવા યોગ્ય છે. અથવા નિમિત્તનું જ્ઞાન આ પ્રકારે ઉપાદાન દ્વારા યથાર્થ થાય, તેવો સંગનો પ્રસંગ સમજવા યોગ્ય છે.
(૬૭૭)
મુખ્ય . ગૌણપણું પરિણામમાં બે પ્રકારે થવા સંભવિત છે. ઉપયોગમાં અને પરિણતિમાં. જ્ઞાનદશામાં સ્વરૂપની મુખ્યતા સદાય પરિણતિમાં રહ્યા કરતી હોવાથી, ઉપયોગમાં ઉદય પ્રસંગ મુખ્ય થાય છે. પરંતુ તે પરિણતિને પ્રતિકૂળ હોવાથી રુચતું નથી, નિષેધ આવે છે. તેથી ઉપયોગમાં આત્મા–ગૌણ થવા છતાં, જ્ઞાનદશા ચાલુ રહે છે, કારણકે પરિણતિમાં આત્મ ધ્યાન અને લક્ષ છૂટતું નથી. તેમાં તો સ્વરૂપ મુખ્ય જ રહે છે.
(૬૭૮)
આશ્ચર્ય છે કે પૂ. ગુરુદેવશ્રીનાં સાનિધ્યમાં(!) સેવામાં (?) સારું જીવન વિતાવવા છતાં ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વની ભેદરેખાને સમજી નહિ શકવાથી ભૂલ થાય છે ! વાદ વિવાદ અને દુરાગ્રહને સેવાય છે. !
આ દ્રષ્ટાંત મુમુક્ષુજીવને બોધ લેવા જેવું છે. યથાર્થ ક્રમથી-દઢ મોક્ષેચ્છાથી પ્રારંભ ન કર્યો હોય તો મંદ કષાયપૂર્વકના ત્યાગ - વૈરાગ્ય અને પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન સંપન્ન જીવ પ્રત્યે વ્યામોહ થઈ, તેવાનું અનુસરણ થઈ જાય છે.
તેથી મોક્ષના ઈચ્છક જીવોએ દર્શનમોહની યથાર્થ મંદતા–તે રૂપ પાત્રતાપૂર્વક શ્રદ્ધાની પ્રધાનતાવાળા દૃષ્ટિકોણ વડે, અનુસરણ કરવાની નીતિ ગ્રહણ કરવી યોગ્ય છે. (૬૭૯)
ભેદજ્ઞાનપૂર્વક, રાગ અને પરથી ભિન્નપણે પોતાનો અનુભવ ન થયો હોય, તો પ્રારબ્ધને ઉદાસીનપણે સહજ વેદી શકાય નહિ, ત્યાં આત્માર્થી જીવે પ્રયત્નવંત રહીને ભેદજ્ઞાનનો પ્રયોગ બળવાનપણે કર્તવ્ય છે. ધન્ય છે, તે જ્ઞાની પુરુષને, જે પ્રારબ્ધને વેદતાં, સમાધિ-વિરાધનાં થવા દેતા નથી; તેવા આત્મભાવમાં રહે છે; અને પ્રારબ્ધના તીવ્ર અનુભાગને વેદતાં વિશેષ નિર્જરા કરી, થોડા કાળમાં સિદ્ધિ પામે છે. જ્ઞાની સહજ ભાવે વર્તે છે, તેમાં સ્વરૂપ જાગૃતિ અને પુરુષાર્થ. દશા વર્ધમાન થાય તેવું સહજ હોય છે.
(૬૮૦)
સમકિત પહેલાં મુમુક્ષુને “અનંતાનુબંધી હોય છે, તો પણ પ્રયત્નપૂર્વક / જાગૃતિપૂર્વક ઉદાસભાવ સંયુક્ત અથવા મંદરસયુક્ત પરિણામે પરિણમવાનો મુમુક્ષુ ધર્મ છે, નહિ તો નિરંકુશ પરિણામની