________________
અનુભવ સંજીવની
૧૮૫
પ્રવૃત્તિ સંભવે છે; નિર્વંશ પરિણામ થાય છે, ત્યાં ભવભય નથી, તેવા નિર્ભયપણે ભોગાદિમાં થતાં પરિણામથી મુમુક્ષુતા પણ કેમ રહે ?
(૬૮૧)
જ્ઞાની પોતાનું ઉપજીવન / આજીવિકા પૂર્વ પ્રારબ્ધ અનુસાર કરે છે, તેમાં પોતાની દશાને હાનિ થાય તેમ કરી, પ્રવૃત્તિ કરતા નથી. તદ્ અનુસાર મુમુક્ષુજીવે સાવધાની / જાગૃતિ વિશેષ રાખી પ્રારબ્ધ ભોગવવા યોગ્ય છે, મુખ્યમાં મુખ્યપણે એ વાતનું લક્ષ રાખવા યોગ્ય છે કે આત્મકલ્યાણથી વિશેષ જગતમાં કોઈ પદાર્થ નથી. તેથી કોઈ પદાર્થ કે પ્રસંગને તેટલી અધિકતા ન આપવી ઘટે, જેથી નિજ હિતને નુકસાન થાય. જો કે બળવાન ઉઘ્ય કાળે, તેવી ધીરજ રહેવી વિકટ છે, બહુ વિકટ છે, તોપણ પ્રયત્ન સાધ્ય હોવાથી, પ્રયત્ન કર્તવ્ય છે.
(૬૮૨)
દાનના પાત્રમાં ઉત્કૃષ્ટ મુનિભગવાન છે. મધ્યમ દેશવિરતી શ્રાવક છે. જઘન્ય અવિરતી સમ્યક્દષ્ટિ છે. તેમજ જિનાયતન અને સત્શાસ્ત્રાદિની પ્રવૃત્તિ સ્થાન છે. તે સિવાઈ, સંસારમાં દુઃખી પ્રાણી પ્રત્યેની કરુણાથી દેવામાં આવતું દાન તે લોકિક છે. તે ગૌણતાએ થવા યોગ્ય છે, આ સિવાઈ, આત્માર્થી જીવને, ધર્મપામે – તેવી બુદ્ધિથી વાત્સલ્યભાવે મદદ કે દાન દેવામાં આવે, તે યોગ્ય છે, તોપણ એ માટે સાવધાની રાખવા યોગ્ય છે કે તે લેવાની વાછામાં રહ્યા કરે અથવા લેવાની વાંછાવાળાની વૃત્તિને પોષણ મળે, તેમ થવું ન ઘટે.
(૬૮૩)
ઉપદિષ્ટ વચનો, બોધ / સિદ્ધાંતોની સમજણ થયા છતાં, ક્રમ વિપર્યાસ અંગેની સમજણ વિના, અક્રમે પ્રવર્તતાં, નિર્ધારીત સફળતા મળતી નથી. તેથી સન્માર્ગને ગવેષવા ઈચ્છતા મુમુક્ષુજીવને મૂંઝવણ થવી સ્વાભાવિક છે, અને ક્રમ છોડીને સદ્વિચાર અને સત્ સિદ્ધાંતને અનુસરવાનો પ્રયત્ન કરતાં માર્ગની અને સિદ્ધાંતની પ્રતીતિ આવે છે, તોપણ આગળ નહિ વધી શકાતું હોવાથી મૂળ સમસ્યાનું સમાધાન થતું નથી. તેવી પરિસ્થિતિ પ્રાયઃ થાય છે; ત્યાં સમાધાન એમ છે કે, જો ક્રમથી જ શરૂઆત કરવામાં આવે તો, સહજપણે આગળ વધાય છે, તેટલા પ્રમાણમાં પરિણામો સ્વકાર્ય કરવા લાગી જાય છે. અને ચમત્કારિક રીતે માર્ગનો વિકાસ સધાય છે. જાણે કે મુમુક્ષુએ ભીતરમાં કોઈ નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો ન હોય ! અને તે અલૌકિક દુનિયાનો પ્રવાસ - વિહાર થવા લાગે છે. આ માર્ગ પ્રાપ્તિ માટેની નિયતિ છે.
(૬૮૪)
// કોઈપણ વૃત્તિ / મન ઉપર નિયમન લાદવું અર્થાત્ દમન કરવું એ અવૈજ્ઞાનિક છે, વા કૃત્રિમ છે. અર્થાત્ કુદરત વિરુદ્ધ છે, તે શાંતિ મેળવવાની રીત નથી, – ઉન્માર્ગ છે. પરંતુ તેનું નિરીક્ષણ કરતા રહેવું અર્થાત્ અવલોકનનો અભ્યાસ કરવાથી તેનો વેગ ગળી જાય છે, ક્ષીણ