________________
૧૮૧
અનુભવ સંજીવની મુમુક્ષુજીવને તો ઉપદેશકપણું જ ઘટતું નથી. તે પોતે જિજ્ઞાસાની ભૂમિકામાં છે, તેથી જિજ્ઞાસુપણે પ્રવર્તવું જ તેને યોગ્ય છે. તેમ છતાં પોતાના સ્વાધ્યાય અર્થે સત્સંગમાં બીજા મુમુક્ષુઓ સાથે પરમાર્થ વિષયક ચર્ચા આદિ કરતાં આત્મચિને પોષણ મળે તેવા લક્ષે પ્રવર્તતાં દોષ નથી. પરંતુ લોકસંજ્ઞા કે ઓઘસંજ્ઞા એ પ્રવર્તવું ઘટે નહિ, તેમજ ઉપદેશક થવાનો સ્વચ્છેદ ક્ષયોપશમને લીધે ન થાય, તેની અત્યંત જાગૃતિ રાખવી ઘટે.
જીવ પરિભ્રમણ કરતાં કરતાં ક્યારેક આત્મકલ્યાણની ભાવનાથી સત્ દેવાદિનો યોગ પામી, મોહને મંદ કરવા સુધી આવે છે; પરંતુ મોહનો અભાવ થાય . ગ્રંથિભેદ થાય તે પહેલાં જ સંસાર પરિણામી થઈ પાછો વળે છે વા પાછો પડે છે, તેનું કારણ વિચારતા -
શરૂઆત યથાર્થ પ્રકારે થઈ નથી, મોહ મંદ થવાનો યથાર્થ ક્રમ રહ્યો નથી. દઢ મોક્ષેચ્છા વિના સપ્રમાણ વીર્યગતિ, ઉત્પન્ન જ ન થાય, તે સ્વાભાવિક છે. અથવા સ્વલક્ષીપણું ન આવવાથી, પરલક્ષીપણામાં જ ધર્મ-સાધન થવાનું બને. તેથી ધારણા જ્ઞાનનો ઉપયોગ થઈ શકે નહિ. એ વગેરે નિષ્ફળતાના કારણો ખચીત વિચારવા યોગ્ય છે, અને યથાક્રમે યથાર્થપણે શરૂઆત કરવા યોગ્ય
(૬૬૮)
છે.
Vક્રિોધ, માન, માયા, લોભ આ ચાર કષાય અનેક અનર્થને ઉપજાવે છે, તેનો સંક્ષેપમાં નીચે મુજબ વિચાર કર્તવ્ય છે.
ક્રોધ થતાં આત્મામાં તે કાળે ઘણો ક્લેશ થાય છે. જેનાં પ્રત્યે થાય છે, તે પ્રિયજન હોય તો પ્રીતિનો નાશ થાય છે, અન્ય હોય તો વેર બંધાય અને દુર્ગતિનો બંધ પડે. બીજાને ભય લાગે તેથી દુભાય.
માન થતાં વિનય નાશ પામે છે. અભિમાની જીવનું શ્રુત દુષિત થાય છે, શીલ પણ દુષિત થાય છે. વિનય કરવા યોગ્ય પ્રત્યે વિનય રહેતો નથી. બુદ્ધિમાં સંતુલન જળવાતું નથી.
માયાના પરિણામ ગુપ્ત પાપરૂપ છે, તેથી તેનો અપરાધ સ્વ-પરને દેખાતો નથી.પરંતુ તે વિશ્વાસનો અથવા મિત્રતાનો નાશ કરે છે. ભવિષ્ય માટે તેનાથી દૂર રહેવાનું લોકો વિચારે છે, અથવા વર્તમાનમાં વિશ્વાસ મૂકતા ભૂતકાળને યાદ કરી દૂર રહે છે. વિપરીત શ્રદ્ધાને દઢ કરે છે. હિંસા, જૂઠ આદિ...
લોભથી સર્વ અવગુણ આવે છે, અથવા સર્વ–(કોઈપણ) ગુણ (હોય તો) નો તે વિનાશ કરે છે. શાસ્ત્રમાં (પ્ર. રતિ. પ્ર.૨૯) લોભને સર્વ પ્રકારના વ્યસનનો / દુષણો આવવા માટેનો ખુલ્લો રાજમાર્ગ કહ્યો છે.
આ રીતે ઉક્ત ચાર કષાયો ચારગતિરૂપ ભયંકર સંસારના કારણ જાણવા. (૬૬૯)