________________
અનુભવ સંજીવની
૨૬૯
થતી નથી. પ્રકારાંતરે શુષ્કતાની સંભાવના રહે છે. યથાર્થતામાં ઉક્ત ભક્તિ સહજ હોય છે.
(૯૬૮)
-
જીવને નિજકલ્યાણની વૃત્તિ જન્મ પામે, અને તે વૃત્તિ વર્ધમાનપણાને પામે, તો જ તેને સત્પુરુષની – કલ્યાણમૂર્તિની ઓળખાણ થાય. નહિ તો પૂર્વ પ્રારબ્ધ યોગે સંયોગ થવા છતાં ‘આ સત્પુરુષ છે' – તેવું ધ્યાન આશ્રયભાવનાપૂર્વક જતું નથી. તેથી તે યોગ’ વિષમ પરિણામી જીવને અયોગ સમાન થાય છે, ‘પ્રત્યક્ષ યોગ’ની દુર્લભતા નહિ સમજાવાથી આત્મ-કલ્યાણની તક ચુકાઈ જાય છે.
જે જીવ સત્પુરુષના વિયોગ કાળે આશ્રય ભાવના'માં આવતો નથી. તેને પ્રત્યક્ષપણે સંસાર પરિભ્રમણના દુઃખનો ભય નથી. છૂટવાનો કામી તો ‘સત્પુરુષની શોધ’ કર્યા વિના રહી શકે જ નહિ.
(૯૬૯)
આત્મા ચૈતન્ય-પ્રકાશનું પુર છે અર્થાત્ આત્મામાં ચૈતન્યનો અનંત પ્રકાશ ભર્યો છે. જ્ઞાનદર્શનનો પ્રકાશ પ્રગટ અનુભવ ગોચર છે, તેના સાતત્ય અને સ્વાતંત્ર્યથી તેનું અનંત સામર્થ્ય પ્રતીત થાય છે. તેમજ :– સ્વરૂપના
અનુભવના પ્રકાશમાં
-
અચિંત્ય પ્રકાશમાં, અચિંત્ય એવું પરમેશ્વરપદ, અચિંત્ય એવું કેવળજ્ઞાનનું સ્વરૂપ, મોક્ષમાર્ગ- બંધમાર્ગ આદિ સર્વ જેમ છે તેમ પ્રકાશમાન થાય છે– આ ચૈતન્યરત્નને ચિંતામણી રત્નની ઉપમા ઓછી પડે છે. તેવા રત્નનો પ્રકાશ માત્ર દેહાર્થમાં જ ખર્ચાય, તો દુ:ખ દારિદ્રય કદી ટળે નહિ. તેથી વિવેકપૂર્વક આત્માર્થ સાધવા યોગ્ય છે.
(૯૭૦)
દર્શનમોહને લીધે, સુખરહિત જડ પદાર્થમાં જીવને વ્યામોહ થાય છે, અથવા અનાત્મ દ્રવ્ય / ભાવમાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના થાય છે, અને તેથી કતૃત્વ અને ભોકતૃત્વના પરિણામ થાય છે. જે અનંત દુઃખમય છે.
સમ્યક્ત્વ દ્વારા સ્વાભિમુખ થવાથી, વાસ્તવિક સુખાનુભવની ઉપલબ્ધિ થતાં, કર્તા-ભોકતાની આકુળતા વિરામ પામી જાય છે, અને અવિનાશી પરમસુખનું બીજ રોપાય જાય છે. (૯૭૧)
જયારે જ્ઞાન નિજમાં નિજને જોવાના ઉદ્દેશ્યથી જુવે ત્યારે જ્ઞાનમાં પર (છે તેમ) જણાતું નથી. જો કે જ્ઞાનમાં પરનું અસ્તિત્વ પણ નથી; જ્ઞાનમાં તો માત્ર જ્ઞાનનું જ અસ્તિત્વ છે, તેથી જ્ઞાનમાં તેમ જ જણાય. પર પદાર્થના પ્રતિભાસકાળે પણ જ્ઞાન જ શેયાકારે થયું છે; તેમ જ્ઞાનનિષ્ઠ થવું સુખદાયક છે. તે જ્ઞાનમાં સ્વને જોવાનો ઉદ્દેશ્ય છે. જેને લીધે પર જણાવા છતાં તેમાં સ્વપણાની