________________
૨૬૮
અનુભવ સંજીવની જેનમાર્ગ તો પુરુષાર્થ પ્રધાન છે. સંયોગોની પ્રતિકુળતાનો ભય થતાં જેઓ માર્ગ ભક્તિ થી દૂર રહે છે, તે જીવો વીર્ય હીન થયા થકા, સ્ત્રીવેદ અથવા નપુંસકવેદને પ્રાપ્ત થાય છે. પરંતુ વર્તમાન સ્ત્રીવેદ હોવા છતાં, જે નીડરપણે માર્ગને અનુકૂળ પ્રવર્તે છે, તે પુરુષવેદમાં આવે છે. બાહ્ય સંયોગ પૂર્વકર્મ . પુણ્ય પાપ . અનુસાર થાય છે. તેટલો વિશ્વાસ અને સમજણનું બળ જેને નથી, તે અંતરના અલૌકિક પુરુષાર્થપૂર્વક, નિર્વિકલ્પ કેવી રીતે થઈ શકે ? આ તો સાધારણ વિચારબળનો પ્રકાર છે; તેમ આત્માર્થીને લાગે.
(૯૬૫)
Vઅનાદિ અનંત પર્યાયોનો પિંડ દ્રવ્ય છે, પોતે છે, તો પછી કઈ પર્યાયને બનાવવી છે ? કઈ પર્યાયની ચિંતા કરવી છે ? દ્રવ્યમાં હું – એવી દૃષ્ટિ થતાં, બધી પર્યાયો સ્વકાળમાં થયા કરશે - તેવું સર્વાગ સમાધાન રહે છે.
હું અપરિણામી છું – એ દૃષ્ટિમાં, સ્વકાળની પર્યાયો સહજ જ્ઞાનાદિની થઈ રહી છે, શક્તિરૂપ યોગ્યતાની વ્યક્તિ સ્વકાળે થાય છે.– એ વસ્તુ વિજ્ઞાન જેને દ્રવ્યદૃષ્ટિપૂર્વક વર્તે, તેને અસમાધાન થતું નથી.
આત્મ-શ્રેયનો માર્ગ / ઉપાય અધ્યાત્મીક છે, સ્વ-આશ્રયી છે. પરંતુ સ્વ-આશ્રયની વિધિથી જીવ અનાદિથી અજાણ છે, તેનું જાણવું કાંઈક સત્સંગ અને સáથોથી થાય છે, ત્યાં પણ વિપર્યાસ અથવા કલ્પના થવાની સંભાવના રહી છે. તેમ ન થવા અર્થે, ગુણવાન મહાત્માઓ, અને જિનેશ્વરાદિ પુરાણ પુરુષો પ્રત્યે બહુમાનરૂપ ભક્તિ, નિષ્કામ ભાવે, થવામાં રહસ્ય છે. અનાદિ જિન-પ્રતિમાની સ્થાપનામાં પણ અધ્યાત્મનું જ રહસ્ય છે, જે અધ્યાત્મના વ્યામોહને અથવા શુષ્કતાને ઉત્પન્ન થતાં રોકે છે. અનેક જ્ઞાનીઓ અને મુનિઓએ આત્મ–આશ્રયે પ્રાપ્ત બોધને પણ સહજ ભાવે, શ્રીગુરુ અથવા જિનેશ્વરની દેનરૂપે ગાયો છે. તે પણ ઉક્ત રહસ્યને જ દર્શાવે છે. અધ્યાત્મની તીખાશ યથાર્થપણે જ્યાં હોય છે, ત્યાં ઉચ્ચકોટીના. ઉત્કૃષ્ટ ભાવે ભીંજાયેલ ભક્તિભાવો જોવામાં આવે છે. – આ નિશ્ચય-વ્યવહારનો સુમેળ (સંધિ) છે.
(૯૬૭)
અનાદિથી જીવનો (ભાવમાં) રાગ પ્રતિ ઝૂકાવે છે. તે પલટીને વીતરાગતાની ઉપલબ્ધિ થવા અર્થે અંતર્મુખ થવું – રહેવુ તે જ ઉપાય છે, પરંતુ મુમુક્ષતા અને નીચેના ગુણસ્થાને (મુનિદશામાં આવ્યા પહેલાં પરિણમનનો બહુભાગ બહિર્મુખ (અનિવાર્યપણે વર્તે છે, ત્યાં વીતરાગી મહાત્માઓ અને વીતરાગદેવોના વીતરાગભાવ સ્વરૂપને સ્મરણમાં – જ્ઞાનમાં લઈ નમસ્કાર - બહુમાનના ભાવો થવા સહજ છે. યદ્યપિ પરદ્રવ્ય – પ્રતિના પરિણામ બહિર્મુખતાને લીધે ઉપાદેય નથી. પરંતુ લક્ષમાં વીતરાગતા હોવાથી, રાગનો અને બહિર્મુખતાનો નિષેધ વર્તે છે. તેમજ પરંતુ શુષ્કતા