________________
૨૭)
અનુભવ સંજીવની ભ્રાંતિ અથવા પર પ્રવેશભાવ થતો નથી. પર પરપણે પ્રતિભાસે તો વિકૃતી થવાનો અવકાશ નથી; કારણ તે સમયે જ્ઞાનમાં સ્વપણાનું વદન હોય છે. સમ્યકજ્ઞાનની પરિણમવાની આ રીતિ છે. તેમાં નિર્દોષતા છે, નિરાકુળતા છે, તેથી વિસંવાદને યોગ્ય નથી, વિવાદને યોગ્ય પણ નથી. (૯૭૨).
સાધક દશામાં અપૂર્ણતા અર્થાત્ અલ્પ શુદ્ધિ-અશુદ્ધિ છે. પરંતુ દૃષ્ટિ પૂર્ણ છે અને પૂર્ણતાના લક્ષ સહિતની ભાવના છે. તદ્દ અનુસાર સાધકદશાનું વર્ણન આવે છે. ત્યાં દૃષ્ટિ અને અભિપ્રાયના વિષયને સમજીને પ્રધાનતા કરવી યોગ્ય છે. જેથી પરસ્પર વિરુદ્ધ દેખાતા વચનોમાં પણ અવિરોધ જણાશે. વ્યવહારના વિવેકપૂર્વક હેય-ઉપાદેય જાણે – છતાં નિશ્ચય પ્રધાનતાથી તેમાં સમભાવ વ્યક્ત થાય; - પરંતુ તેમાં પૂર્વાપર વિરોધ નથી; જો અભિપ્રાય સમજાય તો.
(૯૭૩)
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર મુમુક્ષુએ મુખ્ય-ગૌણ કરવામાં, અભિપ્રાયની ભૂલ ન થાય, તે વિચારવા યોગ્ય છે. વ્યવહાર અને પર્યાય ઉપર વજન જવાથી સાધન, સાધન રહેતું નથી, પરંતુ તે સાધ્ય થઈ જાય છે.
અભિપ્રાયની આવી ભૂલ દેખવામાં અલ્પ ભૂલ દેખાય છે, પરંતુ તે પૂરી ભૂલ છે. તેમાં વ્યવહાર નિશ્ચયના સ્થાને અને આશ્રયના સ્થાને પર્યાય આવી જાય છે. તે વિપર્યાસ છે. જે પરમાર્થમાં પ્રતિબંધક છે.
(૯૭૪)
મિથ્યાત્વના સદ્ભાવમાં જીવને પોતામાં પોતાપણે અનુભવ કરવાની યોગ્યતાનો અભાવ હોય છે. જ્યારે સમ્યકત્વના સદ્ભાવમાં, પરમાં પોતાપણાનો અનુભવ કરવાની યોગ્યતાનો નાશ થઈ ગયો હોય છે, તેથી શરીરાદિ સંયોગોમાં પૂર્વકર્મ ભોગવતાં પણ પોતાપણું થતું નથી.
નિજ સિદ્ધ પદના પ્રત્યક્ષ અનુભવરસથી જેનું પરિણમન ભરિતાવસ્થ છે. તેને જગતના રમ્ય (!) પદાર્થો મોહક લાગતા નથી. પરંતુ જે તે પદાર્થો ઉપર ઉપયોગ ખેંચાતા દુઃખ-દાહ થાય છે. તે સિવાઈ રમ્ય પદાર્થોમાં મોહભાવ થયા વિના રહે નહિ. સારાંશ (તાત્પર્ય એ કે જ્ઞાનીના દર્શનમાં, સ્વભાવના દર્શન કરવા યોગ્ય છે.
(૯૭૫)
જુલાઈ - ૧૯૯૨ અંતરમાં નિર્મોહી પરમતત્વનો મહિમા અને પુરુષાર્થની તીખાશ જેને વર્તે, તેને બાહ્યમાં પણ મોહને જીતનાર એવા વીતરાગ દેવ, ગુરુ અને સસ્તુરુષ પ્રત્યે પરમ ભક્તિ અને બહુમાન વ્યક્ત થયા વિના રહેતાં નથી આવું બાહ્ય લક્ષણ નિયાભાસી શુષ્ક અધ્યાત્મીને, અધ્યાત્મના વ્યામોહને લીધે, હોતું નથી.
(૯૭૬)