________________
૪૯૬
અનુભવ સંજીવની
આત્મભાવના
સર્વોત્કૃષ્ટ, પરમશાંતરસમય, સમરસ સ્વભાવી, અનંતસુખધામ, કેવળ અંતર્મુખ, સ્વયં અભેદ અનુભવરૂપ છું." (તેથી સઘળાય પરમાં ઉપેક્ષા સહજ છે.)
(૨૦૦૨)
સંવત-૨૦૨૪ સઘળાય પરપદાર્થમાંથી આકર્ષણ છૂટી જાય, અને સ્વરૂપમાં જ ખેંચાણ થાય, તેવું જ અનંત મહિમાવંત આત્મસ્વરૂપ છે. અરે ! પૂર્ણ કેવળજ્ઞાનાદિ પર્યાયની પણ જેને અપેક્ષા નથી, તેવું પરમ નિરપેક્ષ આત્મસ્વરૂપ છે. આવા સ્વરૂપની દૃષ્ટિ વિના જ, અન્ય દ્રવ્ય-ભાવમાં મુખ્યતા થાય, સ્વરૂપદૃષ્ટિમાં તો “સ્વરૂપ” સિવાઈ “અન્ય કાંઈ છે જ નહિ.”
(૨૦૦૩)
આત્મસ્વરૂપ પ્રગટ–પ્રત્યક્ષ છે, તેમ જાણનાર પર્યાયભાવમાં પરોક્ષપણાનો સહજ અભાવ હોય છે.થાય છે. અર્થાત્ અતીન્દ્રિય પ્રત્યક્ષપણું પર્યાયમાં વર્તે છે, તે જ આત્મભાવનું પ્રગટપણું છે. આત્મરસ–નિજરસથી તે ઉત્પન્ન હોય છે.
અહો ! અનંત શાંત સુધાસાગરનો પરમ આદરભાવ એ જ મહાવિવેક છે. તેમાં ઉલ્લાસિત વીર્યથી દર્શન છે.
(૨૦૦૪)
કારણશુદ્ધ પર્યાયનું સ્વરૂપ – પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી,_
૧. જીવના ત્રિકાળી સ્વરૂપમાં, કેવળજ્ઞાનાદિ પૂર્ણશુદ્ધ પર્યાયના કારણરૂપ રહેલી પર્યાય પરિણમન શક્તિ, જે દ્રવ્યમાં ત્રિકાળ છે તે.
૨. આ એકભેદ છે, જે સમુદ્રના દૃષ્ટાંતે પાણીના અંદરના સ્થિર દળની ઉપલી સપાટીની જેમ. જેના કારણે એટલે આધારે અર્થાત્ જેને લઈને અનંત કેવળજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો પ્રગટે છે, તો બાકી દ્રવ્યના સામર્થ્યની અનંતતા કેટલી ! (આમ દ્રવ્યનું જ્ઞાન થવા યોગ્ય છે)
૩. અનંતગુણોના અભેદભાવોનું સ્વાકારભાવે ધૃવત્વ સ્વરૂપ તે કારણ શુદ્ધ પર્યાય, જે પ્રત્યેક વર્તમાનમાં મોજૂદ છે. પ્રત્યેક વર્તમાનમાં, કાર્યશુદ્ધ પર્યાયના કારણપણે તૈયાર છે. (૨૦૦૫)
વિકલ્પના કાળમાં પણ નિજ અભેદ નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપનો પ્રથમ “યથાર્થ નિર્ણયમાં થનારને નિર્વિકલ્પતાનો જ કાળ પાક્યો છે, તે હવે વિકલ્પમાં અટકશે નહિ. શીવ્ર વિકલ્પ “વમી જશે. “આવા" આત્માનો ભાવનામાં યથાર્થ નિર્ણય કર્યો તેને નિર્વિકલ્પતાનો જ અવસર આવી ગયો છે. તેથી તે “શીઘ્ર વિકલ્પને “વમે” છે. તેમ કહ્યું. – સમયસાર ગા. ૭૩. પૂ. ગુરુદેવશ્રી. (૨૦૦૬)