________________
૧૯૦
અનુભવ સંજીવની સહજપણે જુદા અને વિરુદ્ધ પ્રકારના ભાવો જેમ છે તેમ જુદા જ જણાય વા વેદાય, જો તથારૂપ અંતર અભ્યાસ હોય તો....આ મોક્ષનું કારણ પરમ પ્રેમે સેવવા યોગ્ય છે, વા ઉપાસવા યોગ્ય
(૬૯૯)
છે
જેની દશા મોહ રહિત થઈ છે, એવા નિર્મોહી પુરુષની દશાનું બહુમાન . ભક્તિ, ભક્તિ કરનારના દર્શનમોહને ગાળી નાખે છે, અથવા આવા ભક્તિવાનના મોહનો અનુભાગ સહજ ઘટી / તૂટી જાય છે, તે નિઃસંશય છે. આ રહસ્ય ભક્તિનું સ્વરૂપ છે, જે સહજપણે નિષ્કામ સ્વરૂપે જ હોય છે. મોહનો અભાવ થવો દુષ્કર છે, તો પણ સુગમતાથી થવા અર્થે મહાપુરુષોએ તે ભક્તિ બોધેલ છે. તોપણ તેવા નિર્મોહી મહાત્મા હોવા / મળવા જોઈએ. જે ધરાતલ પર એવા આત્મા વિચરે છે, તે ધરા પણ ધન્ય છે.
સપુરુષની વિદ્યમાનતાનું દુર્લભપણું ત્રણે કાળને વિષે રહ્યું છે. તો આ કાળે દુર્લભ હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ મુમુક્ષુજીવને આશ્રય ભક્તિની ભાવનામાં રહેવા જેવું છે. અવિદ્યમાનતા જોઈ ભાવના છૂટી જાય વા મંદ પડી જાય તો પાત્રતાનો અભાવ છે, પાત્રતાવાળાને ભાવનામાં ફેર પડે નહિ.
(૭OO).
માર્ચ - ૧૯૯૧ સ્વરૂપ પ્રત્યક્ષપણું – અનંત પ્રત્યક્ષતાના ભાસન વિના પુરુષાર્થનો અંતર્મુખી વેગ જેવો ઉપડવો જોઈએ તેવો ઉપડે નહિ, અને ત્યાં સુધી વિચારની ભૂમિકામાં જ અટકવું થાય; અથવા ત્યાં સુધી ઉદયભાવથી ભિન્નતા થાય નહિ. ઉદયમાન સંયોગો અને ઉધ્યભાવો સાથે માત્ર સંયોગ સંબંધ પ્રારબ્ધયોગે છે, તોપણ સ્વરૂપની અનંત પ્રત્યક્ષતા જ તે સર્વથી પ્રત્યક્ષ ભિન્નતાની પ્રતીતિ કરાવી, વાસ્તવિકપણે ભિન્નતાનો અનુભવ કરાવે છે, જેથી વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થવા છતાં, જ્ઞાની પુરુષો અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે છે અને વર્તશે; એવા અવિષમ ઉપયોગને ધારણ કરનારને . નિરપેક્ષ ભાવે રહેનારને નમસ્કાર હો. !!
સ્વયંના પરમપદને – પરમાત્માને – અભેદ ભાવે વેદતાં, ઉપયોગમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, તપ, નિયમ, લબ્ધિ અને ઐશ્વર્ય સમાય જાય છે–આવું મૂલ્ય અંકાયા વિના શુભ ભાવોની રુચિ ફરે નહિ.
(૭૦૧)
- બાહ્યવૃત્તિ છૂટવા અર્થે બાહ્ય પ્રસંગો અને વૃત્તિનું નિરર્થકપણું ભાસવું ઘટે છે, અને બાહ્યવૃત્તિનું ઉપાધિપણું ખટકે તો જ ઉદાસીનતા આવે; પરમાર્થનો વિષય ત્યાં સુધી લક્ષગત થવો દુર્લભ છે. લક્ષ વિનાની ધારણા બાહ્યવૃત્તિને રોકી શકે નહિ. તેથી તત્ત્વ-અભ્યાસની પ્રવૃત્તિમાં વર્તતા મુમુક્ષુઓએ