________________
અનુભવ સંજીવની
અસ્તિ-નાસ્તિ બંન્ને પડખાની જાગૃતિપૂર્વક પ્રવર્તવું ઘટે.
*
થાય.
૧૯૧
સત્-સ્વરૂપની પ્રાપ્તિ અર્થે, દર્શનમોહ પાતળો પડ્યે, પ્રાપ્તિની સહજતા / સુગમતા થાય છે. તે દર્શનમોહ પણ સુગમપણે ઘટવાનો ઉપાય એમ છે કે ઃ–
સત્પુરુષના વચનની પ્રતીતિ આત્મહિત અર્થે એવી દૃઢ વર્તે કે અંશમાત્ર તેમાં વિકલ્પ થવાનો અવકાશ ન હોય.
સત્પુરુષની આજ્ઞાની અપૂર્વ રુચિ એવી રહે કે પ્રાણથી પણ અધિક સમજી આજ્ઞામાં રહેવું
(૭૦૨)
સર્વાર્પણભાવે સત્પુરુષની ભક્તિ હોતાં સ્વચ્છંદ નિરોધ સહેજે થાય, દોષ ગળે, પરમ વિનયથી માન ગળી જાય, અપૂર્વ જિજ્ઞાસામાં (સત્ની) રહેવું થાય.
(૭૦૩)
-
*
૮૮ ભાવભાસન થયા વિના, નિજ અધ્યાત્મ તત્ત્વનું ચિંતવન, કાલ્પનિક, કૃત્રિમતાયુક્ત, હોવાથી વ્યામોહ ઉપજાવે છે. પરિણામે તેવું ચિંતવન પ્રાયઃ શુષ્કતા, સ્વેચ્છાચારીપણું, અને ઉન્મત્ત પ્રલાપતા ઉપજાવે છે. તેથી સ્વરૂપાનુભવી પુરુષોએ જિનેશ્વરની ભક્તિ દ્વારા, સ્વચ્છંદ નિરોધ કરાવી, સ્વરૂપ પ્રતિ સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતાના હેતુથી, ભાવનામયપણું ઉત્પન્ન થાય તેવો માર્ગ અપનાવ્યો છે. કારણકે યથાર્થ મૂળ દષ્ટિથી જોઈએ તો જિનેશ્વરની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. આ પ્રકારે જિનપ્રભુની સ્થાપના પણ ઉપકારી છે. જાણે કે ઉન્માર્ગે જતાં ને રોકી, સન્માર્ગે વાળે છે. અહો ! મહાપુરુષોની આશય ગંભીરતા !! અને નિષ્કારણ કરુણા !! અહો અહો !!
(૭૦૪)
- સત્સંગના અભિપ્રાયથી સમુહ સ્વાધ્યાય થવા યોગ્ય છે, ઉપદેશકના અભિપ્રાયથી નહિ. કારણકે પોતાની દશામાં બોધબળ પ્રગટ કરવું છે. તેથી દશાની પ્રગટતા વિના અથવા પ્રગટ કરવાના પ્રયાસ વિના મિથ્યા–ઉપદેશની પ્રવૃત્તિથી ઉલટાનું બોધબળને આવરણ થાય એમ જાણી આત્માર્થી જીવે સાવધાની રાખી, નિરાવરણ થવાના ઉદ્દેશપૂર્વક પ્રવર્તવું ઘટે. બીજાને ઉપદેશ દેતાં, અથવા પ્રેરતાં, અથવા આગ્રહ કરતાં, ઉપરોક્ત વાતને લક્ષમાં લઈ, મૌન રહેવું હિતાવહ છે, અથવા શ્રેયસ્કર છે, વગર વિચાર્યે આ જીવ સિદ્ધપદ સુધીનો ઉપદેશ અનંતવાર કરી ચૂક્યો છે, પણ તેથી કોઈનું કલ્યાણ થાય નહિ, માત્ર લોકસંજ્ઞા વધે અને તેથી પોતાનું જ અહિત થાય.
(૭૦૫)
મુમુક્ષુજીવ દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ પ્રતિ બહુમાન, ભક્તિ, વિનયાદિ કરે છે. તોપણ તેમાં બે પ્રકાર પડે છે. યથાર્થ અને અયથાર્થ.