________________
૧૯૨
અનુભવ સંજીવની યથાર્થ પ્રકારે જો ઉપરોક્ત પરિણામો હોય, તો સર્વત્ર તેવા પરિણામો સહજ રહે અર્થાત્ દેવ, ગુરુ, શાસ્ત્ર અને કોઈપણ પ્રસિદ્ધ . અપ્રસિદ્ધ પુરુષ વિષયક પ્રભાવનાનો પ્રસંગ ઉદયમાન થતાં, ભક્તિ, વિનયાદિમાં ફેર પડતો નથી. પરંતુ અયથાર્થતામાં જીવ કોઈ અવાંતર હેતુથી અથવા વિપરીત અભિનિવેષને લીધે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના કોઈને કોઈ બહાને નિષેધ કરે છે, અને તેના પરિણામોને વિવેક સમજીને સેવે છે, અથવા વિપર્યાસને દઢ કરે છે. કોઈ એક પ્રસંગે વિરૂદ્ધતા થવાનું કારણ એ કે યથાર્થતામાં જીવ આવ્યો નથી. પરંતુ અન્યત્ર પોતાના પરિણામ ભક્તિ – વિનયના થતા હોવાથી, પોતે ભૂલ કરતો નથી, તેવા ભ્રમમાં રહી જાય છે. - આમ ગંભીર ભૂલ થઈ જાય છે, જે કાળે કરીને સ્થળ ગૃહિત મિથ્યાત્વ ઉત્પન્ન કરાવે – તેના બીજભૂત
(૭૦૬)
જ્ઞાનદશામાં નિજ ચૈતન્યમૂર્તિમાં વ્યાપ્ય-વ્યાપકભાવે સુખાનુભવ અર્થાત્ અમૃતરસનું આસ્વાદન થાય છે, જે સ્વાદના વશીભૂત સમસ્ત વ્યવહાર રત્નત્રયના પરિણામ જેમાં મનની શાંતિ / શાતાનું વેદન હોય છે.) પ્રત્યે પણ સહજ ઉદાસીનતા થઈ જાય છે. દેવાદિક પર દ્રવ્ય પ્રત્યેના પરિણામમાં એકાકાર ભાવે રસ અથવા જાગૃતિ રહેવી–થવી, તે સ્વભાવના અરસપણાને પ્રદર્શિત કરે છે. તેથી બાહ્ય પદાર્થ આશ્રિત બહિર્મુખ પરિણામોથી કાંઈ લાભ નથી, તે ન્યાય તીરની જેમ વાગ્યા વિના બાહ્ય ભાવોમાં જે બહિર્લક્ષ છે, તેના ઉપર અસર થાય તો અને ત્યારે જ ઉન્મુખતાનો પુરુષાર્થ બદલાઈને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ થાય. તેથી મુમુક્ષુજીવે બાહ્યભાવો થવા કાળે, બાહ્ય લક્ષનું નુકસાન સમજી, અંતર્લક્ષમાં આવવું ઘટે; અને તીવ્ર બાહ્ય રસ થવા કાળે ક્ષોભ (અંતરમાં) થવો ઘટે. (શુભ-અશુભ બન્ને પ્રકારમાં)
(૭૦૭)
પ્રારબ્ધ અનુસાર ઉદયમાન સંયોગોની મધ્યે રહેવા છતાં, જેમની દશા ભિન્ન અથવા નિરાળી વર્તે છે, આશ્ચર્યકારક એવી તે ચૈતન્યમૂર્તિ વિકલ્પને સ્પર્શતી પણ નથી, એવા જ્ઞાની પુરુષ મળ્યા પછી પણ જે મુમુક્ષુ થઈ, રસ-રુચિથી, કામનાએ કરી, આત્મભાવે, સ્વચ્છંદપણે, મીઠાશ વેદી, અધિકાઈ આપીને, જ્ઞાની પુરુષનાં વચનરૂપ આજ્ઞાની ઉપેક્ષા કરીને, અનઉપયોગપરિણામી થઈને, એટલે કે આત્માના અહિત સંબંધી જરાપણ સાવધાનીનો અંશ ન હોઈ, ઉદયને / સંસારને ભજે છે, તેને ખરેખર જ્ઞાની મળ્યા જ નથી, અને તે જીવ તીર્થકરદેવના માર્ગની બહાર છે. ખરા મુમુક્ષુને તો ઉદયમાં ઊભા રહેવું પડે તેનો ત્રાસ વર્તે છે, ઉદયમાં પ્રતિબદ્ધપણારૂપ ભાવ ભયંકર યમ દેખાય, તો જ ત્યાંથી ખસવાનો પ્રયત્ન થાય.
(૭૦૮)
/ વર્તમાનકાળમાં સત્સંગની ઘણી હાનિ થઈ ગઈ છે. તે બાબતમાં ઘોર અંધકાર વ્યાપી ગયો