________________
જ હતું – જે પુરું થઈ ગયું’ થયો જ નથી સ્વપ્નની માફક
વાસ્તવિકપણું છે.
-
અનુભવ સંજીવની
૨૩૭
વાસ્તવિક પણે સંયોગોના કોઈ ફેરફારોથી મારામાં કાંઈ ફેરફાર સ્વયંની સ્વરૂપ જાગૃતિથી ભિન્નતા રહેવી, તે જ્ઞાનદશાનું
(૮૪૩)
―――――
-
સુદીર્ધકાળથી શેયાકાર જ્ઞાનરૂપ જ્ઞાનવિશેષનો આવિર્ભાવ હોવાથી, તેનો પરિચય હોવાથી, મુમુક્ષુજીવને તે સમજાય છે. પરંતુ જ્ઞાન સામાન્ય તિરોભૂત રહ્યું હોવાથી, અને તેનો પરિચયરૂપ અભ્યાસ પણ નહિ હોવાથી જીવને તેનું સ્વરૂપ યથાર્થપણે પકડાતું નથી. વળી, જ્ઞાન સામાન્ય વેદનરૂપ હોવાથી, તેનો આવિર્ભાવ થતાં, તે વેદન અનુભવગોચર થાય છે. માત્ર વિચારમાં લેવાથી, વેદનનો વિષય ગ્રહણ થઈ શકતો નથી. તેથી સ્વભાવને પામવા વિચારથી આગળ જઈ, પ્રયોગ દ્વારા, વેદન વડે, સ્વભાવને લક્ષમાં લેવા યોગ્ય છે. તેથી એમ ફલિત થાય છે કે, સ્વભાવ અને - સ્વભાવ સદેશ જ્ઞાનસામાન્ય, તે માત્ર વિચાર કોટીનો વિષય નથી. પરંતુ તત્ત્વ વિચાર કરનાર જીવે, વિચારથી આગળ વધી, વેદન કક્ષામાં પ્રવેશ કરી, તેની પ્રાપ્તિ કરવા યોગ્ય છે, માત્ર વિચાર કરવાથી સ્વભાવની પ્રાપ્તિ થઈ શકવા યોગ્ય નથી.
(૮૪૪)
-
તત્ત્વ સંબંધી થોડી વિપરીતતા દેખાય, પરંતુ તે પુરી વિપરીતતાની જેમ પ્રતિબંધક થાય છે.
અભિપ્રાયમાં થોડી ભૂલ એ પૂરી ભૂલ છે. જેમકે પર્યાયમાં ‘અહંમપણું’ છોડ્યા વિના, સ્વરૂપ ધ્યાનનો કૃત્રિમ ઉદ્યમ / પુરુષાર્થ કરવો—તે આ રીતે કે હું આત્માનું ધ્યાન કરું છું. ત્યાં ધ્યાન કરનાર પોતાને પર્યાયરૂપે માને છે, અને આત્મા (ભૂલથી) પર તત્ત્વના સ્થાને રહી જાય છે. માટે તાત્વિક ભૂલ અને વિપર્યાસને હળવા કરી ગૌણ ન કરતાં, તેના નુકસાનની ગંભીરતા લક્ષમાં લેવી. (૮૪૫)
અવશ્ય થાય
ૐ વૈરાગ્ય, ઉપશમ, મુમુક્ષુતા, પ્રાપ્ત થવા અર્થે ઉપદેશબોધનું ગ્રહણ થઈ, વસ્તુના સ્વરૂપ જ્ઞાનના નિરૂપણરૂપ સિદ્ધાંતબોધનું ગ્રહણ, જે ઉપદેશબોધને અનુકૂળ થાય, તે પ્રકારથી સમજાય, તે ઉપરાંત અધ્યાત્મબોધના સિદ્ધાંતોનું યથાર્થ ગ્રહણ થઈ, તદ્ અનુસાર પુરુષાર્થ અને પ્રયોગ ચાલે તો આત્મહિત એટલે કે પ્રથમ આત્મહિતના લક્ષે કષાયરસ અને દર્શનમોહનો અનુભાગ ઘટે તો, આત્માર્થાતામાં સ્વચ્છંદ નિરોધપણે સિદ્ધાંતબોધનું ગ્રહણ, ઉપદેશને અનુરૂપ થાય. અર્થાત્ સિદ્ધાંત ગ્રહણ થવામાં કલ્પના કે વિપર્યાસ ન થાય. અથવા સ્વરૂપ નિર્ણય કરવા અર્થે પ્રયોગની કસોટીપૂર્વક આગળ વધે, માત્ર તર્ક, અનુમાન, કે યુક્તિના આધારે નિર્ણય ન કરે. પરંતુ ભેદજ્ઞાનના પ્રયોગપૂર્વક, સ્વરૂપ નિર્ણય થાય, તો અધ્યાત્મ અથવા સ્વરૂપ આશ્રયરૂપ સમ્યક્ એકાંતને પ્રરૂપણ કરતા સર્વ સિદ્ધાંતોનું અવિરોધપણે અવગાહન થઈ, આત્મહિત સધાય.
ન
(૮૪૬)