________________
૨૩૮
અનુભવ સંજીવની
/ સિદ્ધાંત જ્ઞાનમાં અનેક સિદ્ધાંતો અને ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. તેમાં માત્ર જાણવા માટે (વિપર્યાસ ન થવા પુરતું જ પ્રયોજન હોવાથી) અને વજન ન દેવાય તે માટે કયા સિદ્ધાંતો છે અને વજન અથવા જોર દેવા જેવા (અવલંબન માટેના) ક્યા સિદ્ધાંતો છે, તેની વહેંચણી થવી જોઈએ. નહિ તો જાણપણું સાચું હોવા છતાં વજન દેવાની ભૂલ થાય, તો પૂરી ભૂલ થઈ, વિપરીતતા થઈ જાય છે.
દૃષ્ટાંત - ક્રમબદ્ધ પર્યાય સંબંધી છે. તેમાં પર્યાયની ક્રમબદ્ધતા માત્ર જાણવાનો વિષય છે. જેનું જોર (અવલંબન) જ્ઞાયક ઉપર જાય છે, તેને (પર્યાયની ઉપેક્ષા થઈ, તેની ક્રમબદ્ધતા, ઉપેક્ષાનું કારણ થાય છે. તેવું જ ભેદ-પ્રભેદ માત્ર જાણવાનો વિષય છે. અવલંબન / આશ્રય અભેદનો રહી, તે જાણવા માત્રથવું ઘટે છે.
છવસ્થ અવસ્થામાં, ગુણભેદ અને પર્યાયભેદ, વસ્તુનાં અંગ હોવા છતાં, લક્ષ જવાથી વિકલ્પ રાગની ઉત્પત્તિનું કારણ થવાથી, ઉક્ત નીતિ (વજન ન દેવાની) યથાર્થ છે. (૮૪૭)
V માર્ગનું – પરમાર્થનું રહસ્ય શોધવાની મથામણ કરતા જીવો, પ્રાયઃ આગમ અને અધ્યાત્મિક સાહિત્યનો પરિચય કરી, સમય અને શકિતનો વ્યય કરે છે. તો કોઈ શ્રવણ અને ધ્યાનાદિ ક્રિયા પાછળ વ્યય કરે છે. – પરંતુ પ્રત્યક્ષ સત્પરુષ વિના (પૂર્વ સંસ્કારી આત્માને છોડી) કોઈને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી–જો કે સત્પરુષની ઓળખ થઈ, પરમેશ્વર બુદ્ધિ થવી તે પણ પ્રથમ બીજ જ્ઞાનનું પણ બીજ છે. આ બીજ વિના ઉદ્ધાર નથી. – આવું લક્ષ થયા વિના, જીવ જે કાંઈ વ્યય કરે, તે યથાર્થ વિવેક રહિતનો પ્રયાસ છે. ખરેખર તેને પરમાર્થની અંતર જિજ્ઞાસા થઈ હોય, તેમ કહેવું પણ કઠણ છે. જો પ્રત્યક્ષ પુરુષની શોધ વર્તે તો કાળ લબ્ધિ પણ પાકી ગઈ, સમજાય છે. અનેક જીવંત દૃષ્ટાંતથી આ વાતનો બોધ થાય છે, છતાં જીવોનું ધ્યાન જતું નથી, તે આશ્ચર્યજનક છે. અનંતકાળે પણ પ્રત્યક્ષ યોગનું મૂલ્ય સમજયે જ છૂટકો છે. (૮૪૮).
દ્રવ્યદૃષ્ટિ ઉત્પન્ન થવાનું અંતરંગ કારણની ગવેષણા કરતાં, એમ નિશ્ચય થાય છે કે, વર્તમાનમાં પર્યાયદષ્ટિએ કરી, દોષ દૃષ્ટિ વર્તે છે, વિકારી હું તે તોડવા, તેનો નિષેધ આવવો, – યથાર્થપણે - ઘટે છે.
અધમ અધમ અધિકો પતીત, સકળ જગતમાં હું, તે નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય ?”
૫. કૃપાળુદેવના અનુભવપૂર્ણ ઉક્ત વચનામૃતના વાચ્ય–વેદનમાં, વર્તમાન દોષદષ્ટિનો ઉગ્ર નિષેધ વર્તે છે, તેવી અંતર વેદનામાંથી — વિકારનું અહમ્ તોડવાનું સાધન, - દ્રવ્ય-દષ્ટિ ની ખોજરૂપ મૂળ રહ્યું છે.