________________
૪૯૮
અનુભવ સંજીવની વિકારરૂપ ભાસે છે. - અનુભવ પ્રકાશ'.
(૨૦૧૨)
/ જ્ઞાન સ્વભાવ નિશ્ચિત થયા વિના (ઓળખાયા વિના) વિભાવનું સ્વરૂપ નિશ્ચિત થાય નહિ અને તેથી જ મિથ્યાદૃષ્ટિ જીવો કોઈને કોઈ વિભાવ (કષાયની મંદતા અથવા પરલક્ષી જ્ઞાનનો ક્ષયોપશમ) માં સ્વભાવનો ભ્રમ સેવી રહ્યાં હોય છે.
(૨૦૧૩) .
પરિણમનમાં સહજ સ્વરૂપની સહજ અંતર સાવધાની ન રહી તો સન્માર્ગને અનુકૂળ એવું જીવનું વલણ નથી જ. અને અન્ય ભાવમાં પરની સાવધાની હોવાથી, તે જ પ્રમાદનું ખરું સ્વરૂપ
(૨૦૧૪)
/ સત્સંગ અફળ થવાના કારણો -
૧. મિથ્યા આગ્રહ:- “હું જ્ઞાનસ્વરૂપ છું” તેવી અંતર સાવધાનીના અભાવમાં, વિપરીતભાવો (પરની સાવધાની રૂ૫) ઉપર વજન જવું–તે શુભપરિણામનો આગ્રહ પણ મિથ્યાઆગ્રહ છે.
૨. સ્વચ્છંદપણું – હું જ્ઞાનમાત્ર છું”—તેવી સ્વરૂપ સાવધાનીના અભાવમાં, અન્ય સર્વભાવ દોષરૂપ હોવા છતાં તેને ગૌણ કરવાં અથવા ન જોવાં તે, અથવા પરની સાવધાનીમાં ઉત્સાહ.
૩. પ્રમાદ – “હું જ્ઞાન માત્ર છું” તેવી સતત જાગૃતિનો અભાવ અને વિપરીતભાવનો રસ રહેવો . તે.
૪. ઈન્દ્રિયવિષયની અપેક્ષા – આ ભવ – જડમાં – તીવ્ર સુખબુદ્ધિ થતાં ઉત્પન્ન થાય છે, જેને આત્મજાગૃતિ પૂર્વક ઉપેક્ષિત કર્યા સિવાઈ સત્સંગ, સન્માર્ગને અનુકૂળ એવો યોગ, બનતો નથી, સ્વરૂપની સાવધાની એટલે “હું જ્ઞાન માત્ર છું” એવા (આત્મરસ) જ્ઞાન-રસમાં ઈન્દ્રિય વિષયનો રસ અભાવપણાને પામે છે. જે સત્સંગનું પ્રત્યક્ષ ફળ છે.
૫. અપૂર્વ ભક્તિનો અભાવ – સત્સંગદાતા એવા જ્ઞાની–પરમાત્મામાં “અપૂર્વ-ભક્તિના અભાવમાં ઉપરના ચારેય દોષ સહજ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીનો યોગ પરમ હિતકારી જાણી, પરમ સ્નેહથી, સર્વાર્પણપણે, સર્વ સંયોગને ગૌણ કરી, પૂર્ણ અર્પણતાથી ઉપાસવા યોગ્ય છે. જો કે જ્ઞાનીને કાંઈ અપેક્ષા નથી, પરંતુ મુમુક્ષુની ઉપરોક્ત સ્થિતિ થયા વિના બોધ પરિણામ પામતો નથી તેવી વસ્તુસ્થિતિ છે.).
(૨૦૧૫)
છે પરવિષયમાં થતી સુખની કલ્પના જે જૂઠો આનંદ છે, એટલે કે તેમાં આનંદ ખરેખર ના થતો હોવા છતાં આનંદનો આભાસ થાય છે, તે જૂઠ છે, - આ નિયમ, કોઈપણ કક્ષાના મંદ કષાયમાં લાગુ પડે છે. પ્રયોજનની દૃષ્ટિવાળા જીવને જૂઠા આનંદમાં પોતે છેતરાય ન જાય તેની