________________
અનુભવ સંજીવની
/જિજ્ઞાસા : પ્રમાદ અને અધીરજ કર્તવ્ય નથી. ધીરજથી સ્વકાર્ય કરવું તો મુમુક્ષુની ભૂમિકામાં પ્રમાદનું લક્ષણ અને ધીરજનું સ્વરૂપ શું ?
સમાધાન : સ્વકાર્યની રુચિની મંદતાને લીધે શિથિલતા આવે છે. જેથી મંદકષાયની પ્રવૃત્તિશાસ્ત્રોનું વાંચન, પૂજા-ભક્તિમાં સમય વ્યતીત થાય છે, વર્તમાન સ્થિતિનો ઊંડે ઊંડે સંતોષ પણ લેવાતો હોય છે. તેથી વિકલ્પમાં દુઃખ લાગતુ નથી.આ જીવનો પ્રમાદ છે.
કોઈ જીવ ભાવુકતામાં આવી બહારમાં ત્યાગ વગેરે કરે છે, તો કોઈ હઠથી કરે છે. પોતાની દશા—શક્તિનું માપ સમજયા વિના ઉતાવળે પ્રાપ્ત કરવાની રીતને અધીરજ કહે છે. તેમાં પરિપકવતાનો અભાવ હોય છે. જે જીવ પોતાની શક્તિ અનુસાર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક કરી, પૂરી દરકારથી યથાર્થ વિધિ ક્રમથી પુરુષાર્થને યોજે છે, તે પરિપકવતાપૂર્વક યથાર્થ અને દઢ નિર્ણયપૂર્વક આગળ વધી નિશ્ચિતપણે સફળતાને પ્રાપ્ત કરે છે. ધીરજના પર્યાયમાં ખંત હોય છે, છતાં ધૈર્ય, વિવેકને કારણે હોય છે.
(૧૮૬૭)
૪૭૪
-
તેવો ઉપદેશ છે.
મનોજય યથાર્થપણે ભેદજ્ઞાન વડે થાય છે. ભેદજ્ઞાનના અભ્યાસ વિના ઈચ્છાઓ–ભાવેન્દ્રિયનું જીતવું થતું નથી. ભેદજ્ઞાનથી નિરીક્ષિક એવી ચૈતન્ય શક્તિની પ્રતીતિ આવે છે. જેના અવલંબને સમ્યક્ પ્રકારે ઈચ્છાઓનો સહજ અભાવ થાય છે. આ સિવાઈ ઈચ્છાઓની અગ્નિ શાંત કરવાનો વિશ્વમાં કોઈ ઉપાય જ નથી.
(૧૮૬૮)
જો જીવ પાત્ર થઈને, સ્વયમેવ અનુભવમાં આવતા' પોતાના ચૈતન્ય સ્વરૂપના અસંગપણાને દેખે તો ઈન્દ્રિયના વિષયભૂત પદાર્થથી ભિન્ન નિજસત્તાનું અવલંબન આવે છે. આ પ્રકારે ભેદજ્ઞાનપૂર્વક આસક્તિ સમ્યક્ પ્રકારે મટે છે અને જિતેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. (૧૮૬૯)
-
જિજ્ઞાસા : આત્મસ્વભાવ શક્તિરૂપે છે, તેની ભાવના અથવા સ્મરણ કેવી રીતે કરવું ? જેથી સ્વભાવ આવિર્ભૂત થાય ?
સમાધાન શક્તિને—શક્તિવાનને વ્યક્તરૂપે ભાવતાં પર્યાયમાં તે વ્યક્ત-પ્રગટ થાય છે. અંતરંગમાં નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી આત્મા પ્રત્યક્ષ પ્રકાશમાન છે. આવરણ પર્યાયમાં પર્યાયને હોય છે. સ્વરૂપને આવરણ–નિરાવરણની અપેક્ષા નથી, સ્વરૂપ તો જેવું છે તેવું સદાય છે, સ્વરૂપ પ્રત્યક્ષતા જ્ઞાનમાં પ્રતિભાસવાથી પુરુષાર્થમાં ઉગ્રતા થઈ સ્વભાવ ભાવનો આવિભાર્વ થાય છે.
(૧૮૭૦)
દેહાદિ પરદ્રવ્ય અને રાગાદિ પરભાવોની ભિન્નતા તત્વજ્ઞાનના અભ્યાસથી જીવને જાણવા