________________
અનુભવ સંજીવની
૧૧૯ નિહાલચંદ્રજી સોગાની છે. આ બન્ને મહાત્માઓએ વર્તમાન અતિ દુષમકાળમાં મધ્યમ આર્થિકસામાજિક કુટુંબ મધ્યે રહીને, પ્રવૃત્તિકાળમાં પણ, પૂર્વ પ્રારબ્ધને સમ્યક પ્રકારે વેદતાં, ઘણા સમયે નિર્જરા પામે તેવાં કર્મને, અલ્પ સમયમાં (અલ્પ આયુષ્ય હોવા છતાં) બાહ્ય ત્યાગ કર્યા (થયા) વિના પણ, નિર્જરા કરી, “એક ભવતારી પદ પ્રાપ્ત કર્યું; તે ચૈતન્ય સ્વભાવનો લોકોત્તર . ગંભીર ચમત્કાર - આત્મહિતના લક્ષે મુમુક્ષુજીવે સમજવા જેવો છે.
પૂ. કૃપાળુદેવ બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી શકે તેવા હોવા છતાં, પ્રવૃત્તિ-નિવૃત્તિમાં સમપણે રહેવાનો બળવાન પુરુષાર્થ, સંસારની વિચિત્ર અને વિકટ પરિસ્થિતિમાં કરવા દઢ નિશ્ચયપૂર્વક રહી, લોકોત્તર વિવેકે વર્યા છે. તેઓશ્રીની આવી સૂક્ષ્મ આચરણાથી પ્રબળપણે–વેગથી સંસાર પરિસમાપ્ત કરવાની પુરુષાર્થમયી અલૌકિક વિચક્ષણતા અને કુશળતા ખરેખર વંદનીય છે.
જો કે ત્રણે કાળના જ્ઞાનીઓનું આ પ્રકારનું આચરણ, સનાતન આચરણ છે. પરંતુ જેઓ વિકટ પરિસ્થિતિમાં સંસાર – પરિક્ષણ કરે છે, ત્યાંથી સ્વભાવ વિશેષે કરી પ્રકાશમાન થતો હોવાથી તે પ્રસંગ, સ્વ-પર ઉપકારી થાય છે, તેથી સ્તુત્ય છે, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. (૪૪૪)
પોતે કોણ છે ? કેવો છે ? તેના બેભાનપણાને લીધે જીવ શુભ કર્મ પ્રવૃત્તિને (તેના ઉદયને). સારી સમજી (અભિપ્રાયપૂર્વક) રાગ તથા સંસર્ગ કરે છે અને બંધનમાં પડે છે. જો પોતાની અનંત મહાનતા, સામર્થ્ય આદિનું ભાન થાય તો, જડ દ્રવ્ય-ભાવમાં વ્યામોહ ન પામે . ન થાય. એટલું જ નહિ, પર્યાય બુદ્ધિ પણ ન રહે, તેથી જડ દ્રવ્ય-ભાવ ગમે તે સ્વાંગ ધારણ કરે, તો પણ તેની ભિન્નતા અને તુચ્છતા જ રહે; તેમજ પર્યાય બુદ્ધિના અભાવને લીધે. કોઈપણ પર્યાય, સંતોષ – મિથ્થા સંતોષનો વિષય ન બને.
(૪૪૫)
દ્રવ્ય – વસ્તુના સ્વરૂપનો (આત્માનો) દ્રવ્યાનુયોગ અપેક્ષિત સૂક્ષ્મ વિચાર –
જીવ દ્રવ્યના અનંત ગુણ - સર્વ ગુણ અસહાય (કારણકે – દરેકને પોતાની પોતામાં અનંત શક્તિરૂપ સામર્થ્ય છે), સ્વાધીન (પરિણમવામાં કોઈની મદદની જરૂર નથી, અને શાશ્વત છે. દરેકની ગુણ-પરિણતિ, જે તે ગુણના લક્ષણથી, સર્વને ચારા–ચારા સિદ્ધ - પ્રસિદ્ધ કરે છે. તે પરિણતિમાં ગતિ, શક્તિ, જાતિ પોત પોતાની ગુણ અનુસાર હોય છે. દા. ત. ગતિ શક્તિ
જાતિ જ્ઞાનગુણ :- જ્ઞાન / અજ્ઞાન સ્વપર પ્રકાશક સમ્યક / મિથ્યા ચારિત્રગુણ :- સંકલેશ / વિશુદ્ધિ સ્થિરતા | અસ્થિરતા મંદ | તીવ્ર તો પણ દરેકની સત્તા દ્રવ્ય પ્રમાણ છે. અર્થાત્ એક દ્રવ્યની એક અભેદ સત્તામાં સર્વ રહેલાં