________________
૪૭૨
અનુભવ સંજીવની જાય છે. તેટલો મોક્ષમાર્ગ રોધક ભાવ જ્ઞાનીઓએ સંમત કર્યો છે. પરસત્તાનું અંશે અવલંબન મોક્ષમાર્ગ નથી. તેથી નિષિદ્ધ છે.
(૧૮૫૯)
V જિજ્ઞાસાઃ પરિણામમાં રસ ઉત્પન્ન થાય છે, તેનું વિજ્ઞાન શું છે ? પરમાર્થે રસ કેવો હોય ?
સમાધાન : રસ વિભાવ પરિણામમાં પણ હોય છે અને સ્વભાવ પરિણામમાં પણ હોય છે. વિભાવ પરિણામમાં શુભાશુભ ભાવો સાથે તીવ્ર અને મંદ એમ બે પ્રકારે પરિણમે છે, જે કર્મના અનુભાગ બંધનું નિમિત્ત છે. – આ અનાત્મરસ છે, જે તત્વદૃષ્ટિએ બંધતત્વ છે. રસનું વિજ્ઞાન સમજવા યોગ્ય છે. જ્ઞાન જે કોઈ જોયમાં લીન– એકાગ્ર થાય, તે એવું કે અન્ય ઈચ્છા ઉત્પન્ન ન થાય, - તેને રસભાવ સમજવા યોગ્ય છે. તે જ્ઞાનપૂર્વકની લીનતા છે. જીવને જેમાં રસ હોય, તેની મુખ્યતા હોય, તેની રૂચિ હોય, તેનું વજન હોય છે. પરિણામનું જેને અવલોકન હોય તેને રસ પકડાય છે. પ્રાયઃ અભિપ્રાયપૂર્વક થતા ભાવોમાં રસ ઉપજે છે અને તે જે તે પરિણામની શક્તિ છે. આત્મરસમાં આત્મ શક્તિ પ્રગટે છે. તેથી આત્મરસે કરી, આત્મામાં એકાગ્રતા થઈ, જીવ મુક્ત થાય છે.
' (૧૮૬૦)
વર્તમાન વિષમકાળમાં હીન યોગ્યતાવાળા જીવોની સંખ્યા વધારે પ્રમાણમાં છે, તેથી આત્માર્થી જીવે અસત્સંગ અને અસત્પ્રસંગથી દૂર રહેવા લોક પરિચયથી દૂર રહેવું ઘટે છે. તેવા વિવેક પૂર્વકનો વૈરાગ્ય હોય તો જ નિજ હિત સાધી શકાય. તેમાં પણ જે પ્રભાવના કાર્ય જેવા ઉદયમાં પ્રવૃત્તિયોગમાં હોય, તેમણે બળવાનપણે ઉદાસીનતા સેવવી, એવું મહાપુરુષોએ સ્વ–આચરણથી બોધ્યું છે. કેમકે લોકત્યાગ વિના વૈરાગ્યનો સદ્ભાવ હોય નહિ. પ્રભાવક પુરુષની શોભા નિષ્કામતા અને વૈરાગ્યમાં છે, તે તેમના આભૂષણ છે.
(૧૮૬૧)
આત્માર્થીએ આ ધર્મ પામવાના ક્ષેત્રમાં પ્રવેશ ક્યા હેતુ–કારણથી ર્યો ? તે તપાસવું જરૂરી છે. કેવળ આત્મશાંતિના હેતુથી જ પ્રવેશ થયો હોય તો તે યથાર્થ છે. બીજા કોઈ કારણથી પ્રવેશ થયો હોય તો, આત્મશાંતિની પ્રાપ્તિ થવી સંભવતી નથી. આત્મશાંતિ અકષાય સ્વરૂપ છે. તેથી તેની પ્રાપ્તિની ભાવનામાં અકષાય સ્વભાવ પ્રાપ્ત થવાનો આશય ગર્ભીત છે. નહિતો સકષાયહેતુ ભાવે થયેલો પ્રવેશ અકષાય સ્વરૂપ ધર્મ પામવા સફળ થતો નથી, જેમકે પ્રતિકૂળતાના દુઃખ નિમિત્તે પ્રવેશ થયેલો, અનુકૂળતા થતાં અટકવાનું કારણ થાય છે, અહીં આશય ફેર હોવાથી પારમાર્થિક આશયનું ગ્રહણ થવું બનતું નથી. તેવી રીતે કોઈ પ્રકારના રાગ-દ્વેષથી પ્રવેશ થયો હોય તો તે સફળ થાય નહિ.
(૧૮૬૨)