________________
અનુભવ સંજીવની
છે અને સ્વાનુભવ કરી શકે છે.
૮ મહામુનિઓને જિનદર્શનથી ઉપજતા સુખથી એવો સંતોષ થાય છે કે જગતના કોઈ પદાર્થની, અરે ! ઈન્દ્રના વૈભવની પણ વાંછા થતી નથી. તો અભેદ આત્મ દર્શનથી કેવું અચિંત્ય સુખામૃત પ્રાપ્ત થાય !! તે ગવેષણીય છે. તો જે જીવો જિન-દર્શન કરી માત્ર પુણ્યફળની અપેક્ષા ભાવે, તે મૂળમાર્ગથી કેટલા દૂર છે !! અને દુર્ભાગી પણ છે ! તે શોચનીય છે.
(૧૮૫૬)
૪૭૧
યથાર્થ પ્રકાર–આત્મકલ્યાણના લક્ષે પ્રયોગ કરનારને તત્કાળ લાભ થાય છે. પ્રયોગ કાળે જ દર્શનમોહ મંદ થઈ કષાય રસ અંશે ગળે છે. તેથી મુમુક્ષુએ દરેક સ્તરે પ્રયોગ કર્તવ્ય છે. ભેદજ્ઞાનનો પ્રયોગ તો સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. તેથી આત્મશુદ્ધિ અર્થે પ્રયોગરૂપ ઉપાય સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. અથવા એક માત્ર ઉપાય છે. જો એક લયથી પ્રયોગ થાય તો જીવને તદનુસાર પરિણતી થાય છે, જેથી ઉદયકાળે સહજ ઉદયભાવમાં મંદરસે પ્રવર્તવું થાય છે. અને તેથી પ્રયોગમાં અધિક સુગમતા રહે છે. પૂર્વની જેમ પ્રયોગ અઘરો લાગતો નથી. તેમજ આત્મ રસ રુચિ પણ વધે છે. (૧૮૫૭)
-
(૧૮૫૫)
-
–
V જિજ્ઞાસા : મુમુક્ષુની ભૂમિકામાં પાત્રતાવાન જીવને જ્ઞાનની નિર્મળતા થાય છે એટલે શું? આવી નિર્મળતાનું સ્વરૂપ શું ?
સમાધાન : આત્મકલ્યાણની ભાવનાથી, સ્વલક્ષે પોતે વર્તમાન યોગ્યતામાં લાગુ પડે તેવો ઉપદેશ અવધારણ કર્યો હોય તદ્અનુસાર અમલીકરણ અને પ્રયોગ થવાથી જ્ઞાનમાં નિર્મળતા આવે છે. જેથી જ્ઞાન નિજહિતરૂપ પ્રયોજન સાધવામાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય છે અને વિશેષ સૂક્ષ્મપણે પ્રયોજન સધાય છે, જ્ઞાનમાં નિજહિત સંબંધી વિવેક / સૂઝ વર્ધમાન થાય છે, જ્ઞાનની નિર્મળતા વડે પ્રયોજન સધાય તેવો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે. અત્યંત / પરિપૂર્ણ નિર્મળ એવું પ્રયોજનભૂત આત્મસ્વરૂપ જે નિર્મળ જ્ઞાનમાં ભાસ્યમાન થાય, તેવી નિર્મળતાની શરૂઆત ઉપરોક્ત પ્રકારે થઈ, વૃદ્ધિગત થાય છે. આમ જ્ઞાનની નિર્મળતાથી પરમ પ્રયોજનભૂત નિજ પરમેશ્વર પદની પ્રાપ્તિ થાય છે. (૧૮૫૮)
ઉપયોગ સ્વરૂપ લક્ષે સ્વસંવેદન પ્રતિ નહિ જતાં, બહાર જ્ઞેય પ્રતિ ખેંચાય છે, તેમાં લાભ– નુકસાનની બુદ્ધિ, સુખબુદ્ધિ અથવા પરમાં પોતાપણાની બુદ્ધિરૂપ વિપરીત અભિપ્રાય હોય છે. જેથી જીવને અંતર્મુખ થવામાં અવરોધ રહે છે. અંતર્મુખ થવા ઈચ્છતા મુમુક્ષુને તેથી સ્વરૂપ મહિમાપૂર્વક ઉદાસીનતા અપેક્ષિત છે. જ્ઞાનદશામાં તો પૂર્વ સંસ્કારીત અસ્થિરતાથી ઉપયોગ બહાર