________________
૪૩૨
અનુભવ સંજીવની હોય અથવા રહે ત્યાં સુધી થતું નથી.
સુખ એ શ્રવણથી વિચારવાનો માત્ર વિષય નથી, પરંતુ અનુભવનો વિષય છે. તેથી સાંભળવા માત્રથી અંતરસુખનું આકર્ષણ થવું સંભવિત નથી. અતઃ આત્મસુખની ગમે તેટલી વાત જીવ સાંભળે છે, તો પણ તેની આત્મા ઉપર અસર થતી નથી. પણ ભાવભાસન થાય તો સહજ ખેંચાણ થાય.
(૧૭૧૪)
જો સકામપણામાં મલિનતા રહી છે, તો નિષ્કામપણામાં પવિત્રતા રહી છે. આમ પવિત્રતાનો અંશ નિષ્કામબુદ્ધિ જેનું મૂળ છે, તેમાંથી પાંગરે છે, તેથી જ્ઞાનીઓએ તેવી નિષ્કામબુદ્ધિને અનુમોદી છે. કેવળ આત્મકલ્યાણની ભાવનાયુક્ત નિષ્કામપણું, અને ગુરુચરણ, પ્રભુભક્તિ પર્યાયબુદ્ધિને નિર્બળ કરે છે, જેથી અહંકારનું દુષણ પ્રવેશ પામતુ નથી, અન્યથા એ દુષણને રોકવું સુલભ નથી.
નિષ્કામતાએ વર્તતા રાગના સિક્કાને એક જ બાજુ છે. નહિતો રાગના સિક્કાની બીજી બાજુએ દ્વેષ છુપાયેલો હોય જ છે. તેથી નિષ્કામ કરુણાઆદિ (ભક્તિ વિ.)માં રાગ હોવા છતાં (વીતરાગતા ન હોવા છતાં પણ વીતશ્લેષતા હોય છે, તે આ સદ્ગુણનું વિલક્ષણપણું છે. (૧૭૧૫)
- જિજ્ઞાસા : સ્વાધ્યાય, શ્રવણ વખતે ઘણી દઢતા આવે છે, પણ પાછળથી પ્રયત્ન ચાલતો નથી તેનું શું કારણ ?
સમાધાનઃ સ્વલક્ષે સ્વાધ્યાય – શ્રવણ આદિ થાય તો પ્રયાસ થયા વિના રહે જ નહિ. પરલક્ષી જ્ઞાનમાં અતિ પરિણામીપણું (Over Estimate) થઈ જાય છે. આ દોષ અહંભાવરૂપ છે. યથાર્થ સમજણ તો નિયમથી પુરુષાર્થની ઉત્પાદક છે. તેમાં સંશયને અવકાશ નથી . પરલક્ષી દઢતાથી પુરુષાર્થ ચાલે નહિ.
(૧૭૧૬)
/ જુઓ ! ભાવનાની સુંદરતા ! કોઈપણ જીવ ગમે ત્યારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અથવા નિજકલ્યાણની ભાવના કરી શકે છે. સ્વરૂપ સુખની ખરી ચાહના થાય તેને ક્યાંય બાહ્ય પોલીક સુખમાં સંતોષ નથી થતો અને આત્મસુખની પિપાસા વધતી જાય છે. જોકે ભૌતિક સુખથી ક્યારેય કોઈને તૃપ્તિ થઈ નથી. પરંતુ સ્વરૂપની ભાવનાવાળાને તો ક્યાંય ચેન પડતુ જ નથી અને ભાવના વધતી જાય છે.
(૧૭૧૭)
/ સપુરુષની અત્યંત ભક્તિ આજ્ઞાકારિતાને ઉત્પન્ન કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ તો મટાડવા અતિ દુષ્કર હોય છે, અથવા જે કોઈ દોષોનું દમન કરવું પડે છે. તેવા દોષ સહજ માત્રમાં, અત્યંત ભક્તિ અને આજ્ઞાકારિતાને લીધે ઉત્પન્ન જ થતા નથી. – આ કેવો સરળ ઉપાય