________________
અનુભવ સંજીવની
૧૧૭ પરણેય જણાતાં, જ્ઞાન જ્ઞાનભાવમાં રહે અને શેયનું અવલંબન ન લ્ય, સ્વ - અવલંબનમાં જ રહે, તો તે જ્ઞાન નિરુપાધિકભાવે, માત્ર જ્ઞાતાભાવે પુરુષાર્થથી તથા પ્રકારના પુરુષાર્થથી, સોપાધિક પણે નહિ પરિણમતું હોવાને લીધે, તેને મન વશ વર્તે છે. જેને મન વશ વર્તે છે, તે જ આત્મા, આત્મા વિષે સ્વરૂપસ્થ / સ્થિર થવા સમર્થ છે. તે પહેલાં મનની ગતિ ચંચળતાનો પ્રકાર પણ આશ્ચર્યકારક તીવ્ર હોય છે, જેથી ધ્યાનનો બાહ્ય પ્રયોગ યોગ-ઉપયોગી નિષ્ફળ જાય છે. (૪૩૭)
મુમુક્ષજીવને જ્યાં સુધી અસત્સંગની ઉપેક્ષા / ઉદાસીનતા થાય નહિ, ત્યાં સુધી સત્સંગ ફળવાન થાય નહિ, અર્થાત્ સત્સંગ પ્રાપ્ત હોય તો પણ સત્સંગથી ઉપદેશ સમજાયો હોય તો પણ સજ્ઞાનની પ્રાપ્તિમાં ઘણાં પ્રકારે અંતરાય હોય છે; તેમ જાણી દઢ નિશ્ચયથી અસત્સંગમાં, અપ્રમાદભાવે જાગૃત રહી ઉદાસપણે વર્તવા યોગ્ય છે. તેમજ સત્સંગ સિવાઈ સર્વ અન્ય સંગ જીવને અસત્સંગ છે, તેમ જાણવા યોગ્ય છે. કુસંગ તો (અવગુણી, રંગરાગમાં તીવ્ર રસવાળાં, સદેવગુરુ શાસ્ત્ર, તથા વિદ્યમાન સત્પુરુષની વિરાધનામાં વર્તતા જીવો તો દૂરથી જ ત્યાગવા જેવો છે. (૪૩૮)
/ સત્સંગનો સામાન્ય અર્થ સત્ જેને પ્રગટ છે, તેવા મહાત્માના સંગ-ચરણ સામીપ્યને કહેવામાં આવે છે. પરંતુ વર્તમાન કાળે તેની દુર્લભતા ઘણી છે. તેથી આત્માર્થી જીવો, સમગુણી જીવો, એક ધ્યેયવાળા જીવોનો સંગ પ્રાયઃ સત્સંગ કહેવા યોગ્ય છે. પરંતુ ચાર વિકથા રહિત, સત્ સ્વરૂપ અને તેની પ્રાપ્તિ સંબંધિ વિચારણામાં જ તેની સમાપ્તિ પ્રાયઃ થાય છે. તેમાં ગુણ-દોષની પણ અનેક પ્રકારે વિચારણા થતી હોવા છતાં, પરસ્પરના દોષો, ગુણ દૃષ્ટિએ વિચારવાની પદ્ધતિનો પ્રાયઃ અભાવ વર્તે છે. ત્યાં સુધી સરળતાની ખામી રહે છે, અથવા નિષ્પક્ષ થઈ સત્સંગ કરવામાં આવતો નથી, અને થોડો અથવા ઘણો સ્વચ્છંદ પણ ચાલુ રહે છે, અને ત્યાં સુધી સપુરુષના યોગે પણ, તેમની ઓળખાણ થઈ શકતી નથી. ત્યાં અપ્રગટ સત્ • પોતાનું સ્વરૂપ તો ઓળખવું ન જ બને, તે સહેજે સમજાય તેમ છે.
(૪૩૯)
જ્ઞાની પુરુષના ગુણગ્રામ કરવા, તેવા પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેમની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દૃષ્ટિએ વર્તવું, તે અનંત સંસારને નાશ કરનારું છે. એમ શ્રી તીર્થકર કહે છે.” (શ્રીમદ્ રાજચંદ્રજી–૩૮૩)
તેથી સ્વાભાવિકપણે એમ ફલિત થાય છે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી, તેવા પ્રસંગને અનુમોદન થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે. આ ઉપરાંત પ્રાયઃ એવું બને છે કે જીવ ઓઘસંજ્ઞાએ જ્ઞાની પુરુષના ગુણગ્રામઆદિ પ્રવૃત્તિ ભાવે તો પરિણમે છે પરંતુ સરળતા અને સ્વ-૫ર હિત સંબંધી પરમ ઉપયોગ દૃષ્ટિના અભાવે, પ્રાપ્ત સત્સંગને અપ્રાપ્ત ફળવાન સંજ્ઞાએ