________________
૩૬૪
અનુભવ સંજીવની / જેમ સમકિતનું મૂળ સત ની પ્રતીતિ છે. તેમ આત્મજ્ઞાનનું મૂળ આત્મવિચાર છે, આત્મકલ્યાણનો નિર્ધાર છે, જેથી યથાર્થતા ઉત્પન્ન હોય છે.
જેમ સત્પુરુષની પ્રતીતિ, અને સ્વરૂપની અનુભવશે પ્રતીતિરૂપ કારણમાં કાર્યનો ઉપચારથી તેને સમકિત કહેવાય છે, તેમ આત્મવિચારરૂપ યથાર્થ સુવિચારણારૂપ કારણમાં આત્મજ્ઞાનનો ઉપચાર કરવામાં યથાર્થતા છે. બન્ને પ્રકારના પરિણામો સમકાળે હોય છે.
પરિપૂર્ણદશારૂપ પરમાત્મપદનો આ નક્કર પાયો છે. જે પાયાની મજબૂતાઈ ઉપર સિદ્ધપદ સુધીનું ચણતર થાય છે. મુમુક્ષુજીવ માટે આ મહત્વપૂર્ણ ભૂમિકા પૂરી તાકાતથી ઉપાસનીય છે; પૂરા ઉદ્યમથી પ્રાપ્ત કરવા યોગ્ય છે.
(૧૩૯૮).
જાન્યુઆરી - ૧૯૯૫ આ સંસારની અશરણતા, અનિત્યતા, અસારતા આદિ ભાસ્યા વિના જીવ સંસારથી પાછો વળી આત્મકલ્યાણના માર્ગે ચડી શકે નહિ. અંતરના ઊંડાણથી, – કોઈપણ પ્રકારના રાગ-દ્વેષ પૂર્વક નહિ. – આમ થવું ઘટે.
(૧૩૯૯).
આપ્તપુરુષ / સજીવનમૂર્તિની મુદ્રા - અવલોકનથી, “સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે. પ્રત્યક્ષયોગનું આ સર્વોત્કૃષ્ટ મહાભ્યરૂપ રહસ્ય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી
સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે. પરિણમન' પરિણમનને ઉત્પન્ન કરે છે – આ સિદ્ધાંત અત્રે પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે.
(૧૪૦૦)
/ આત્માને નિર્મળ થવાને અર્થે આત્મારૂપ એવા જ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિયોગ રૂપ સંગ– એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. ઘણાં શાસ્ત્રોનો તથા તીર્થંકરદેવનો માર્ગબોધ જોવા જતાં એ જ છે. એવા માર્ગબોધ ઉપર કોઈ મહાભાગ્યનું લક્ષ જાય છે, તે સંસાર તરી જાય છે, સુગમપણે કરી જાય છે.
(૧૪૦૧)
જિજ્ઞાસા - સત્પુરુષને ઓળખવાની યોગ્યતા કેવી હોય ?
સમાધાન :- સત્ સમાગમના યોગથી, અલૌકિક પુણ્યોદયથી, કાંઈક તથા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થયે, દઢ મોક્ષેચ્છાથી મોક્ષાર્થીપણું પ્રગટ થયા પછી, પ્રત્યક્ષયોગમાં પ્રાપ્ત ઉપદેશને અવધારણ - અમલીકરણ કર્યું, અંતર સ્વરૂપ પ્રત્યેની વૃત્તિનું પરિણમન થયે, અર્થાત્ બાહ્યદૃષ્ટિ - વૃત્તિ જવાથી – બાહ્ય ત્યાગ અને જ્ઞાનના બાહ્ય ક્ષયોપશમનો મહિમા જવાથી જે દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય) જીવ જ્ઞાનીના અંતર (સમ્યક) પરિણમનને અંતર્મુખતાને અને વીતરાગતાને ઓળખી શકે. તદર્થે સમાગમની