________________
૩૧૦
અનુભવ સંજીવની આવિર્ભાવનું પરમોત્કૃષ્ટ નિમિત્ત છે.
ગુરુ-દર્શન – પ્રચુર સ્વસંવેદનથી શોભાયમાન – જે પ્રશમરસમાં નિમગ્ન છે, જેના દર્શનમાં હાલતા ચાલતાં સિદ્ધ પરમાત્માના દર્શન થાય છે – એવા ભિષ્મ પુરુષાર્થની મૂર્તિ, સ્વરૂપ સ્થિત, નિસ્પૃહી, નિષ્કામ કરુણાની પ્રતિમા રૂપ નિગ્રંથ ગુરુ – તથારૂપ ગુણ પ્રાપ્તિ અર્થે વંદનીય છે.
શાસ્ત્ર-દર્શન – સમ્યફસ્વભાવ ઘાતક વચન ભંડારથી જે સમૃદ્ધ છે. હિતોપદેશનાં રત્નોની જે ખાણ છે. સર્વે શાંતરસ જેમાં ગર્ભીત છે. મોહ સ્વયંભુરમણ સમુદ્ર તરતાં – શાસ્તા – પવિત્ર પુરુષોની જે વાણી છે. વીતરાગ . પરમશાંતરસ રહસ્યમય નિર્મળ ચૈતન્યથી પ્રભાવિત – પ્રભાવવાળાં વચનોથી જે પૂજિત છે. એવું સુશ્રુત – સદ્ભુત ઉપાસનીય છે.
સત્પુરુષ-દર્શન – ત્રિલોકનાથ જેને વશ થયા છે - એવી દષ્ટિ સંપન્ન હોવા છતાં, જેને ગર્વ નથી, જેને ઉન્મત્તતા નથી. ગુણાતિશયવાન સમર્થતા છતાં જે અંતરંગમા નિસ્પૃગ થઈ બહારમાં અટપટી દશાથી વર્તે છે. જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે, જેની ઓળખાણથી મુમુક્ષુને પરમેશ્વરબુદ્ધિ ઉત્પન્ન થઈ, આપ્તપુરુષની પ્રતીતિ / ભક્તિ સંપ્રાપ્ત થઈ, સમકિતનું બીજ વવાય છે, તે આશ્ચર્યની પ્રતિમારૂપ ગુણવંતા જ્ઞાની, નમસ્કારાદિથી માંડીને સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય છે.
પરમતત્ત્વના દર્શનાભિલાષીને પરમાર્થની પ્રાપ્તિના સન્માર્ગમાં ઉપાસવા યોગ્ય સદેવ – ગુરુ – શાસ્ત્ર અને પુરુષનાં દર્શન કાળે, ભાવમાં આવું તેમનું સ્વરૂપ – દર્શન થાય છે. (૧૧૨૪).
અયથાર્થ ત્યાગ અને યથાર્થ ત્યાગ. એ પરપદાર્થમાં જીવને અનાદિથી સુખબુદ્ધિ છે, તેનાં અભાવ થયા વિના માત્ર ત્યાગના લક્ષ અથવા પુણ્ય-પાપના લક્ષે જીવ પરપદાર્થનો ત્યાગ કરે છે, અને ત્યાગીપણાની સ્થિતિથી ટેવાઈ જાય છે. તેને યથાર્થ ત્યાગ નથી. પરંતુ પરવિષયનો સંયોગ હોવા છતાં પણ, વસ્તુ–સ્વરૂપના જ્ઞાનના આધારે પરમાં સુખ નહિ ભાસવાને લીધે, પર પ્રત્યે ઉદાસીનતા રહે. તેમાં પ્રથમ અધ્યાસનો ત્યાગ થાય છે, પછી સ્વરૂપ સુખના વેદનને લીધે સ્વરૂપમાં લીનતા - સ્થિરતા વૃદ્ધિગત થવાથી, વિતરાગતાના સદ્ભાવને લીધે, પરપદાર્થના ગ્રહણનો ભાવ — વિકલ્પ ઉત્પન્ન થતો નથી, તે બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ – ત્યાગ છે. તેવા રાગના અભાવને લીધે, તર્જનીત પરપદાર્થ – ગ્રહણની ક્રિયાનો અભાવ થતાં, – તેને યથાર્થ ત્યાગ જાણવા યોગ્ય છે. (૧૧૨૫)
માત્ર પર્યાયમાં અસ્તિત્વપણાની શ્રદ્ધારૂપ અગૃહિત મિથ્યાત્વ જીવને અનાદિથી છે. મનુષ્ય ભવમાં જૈન શાસ્ત્રના અભ્યાસથી પ્રમાણના વિષયભૂત નિત્યઅનિત્યાત્મક દ્રવ્યનો સમ્યક શ્રદ્ધાનો વિષય માને - સમજે તો તે ગૃહિત મિથ્યાત્વ છે. સમ્યક શ્રદ્ધા તો માત્ર જીવના મૂળ ત્રિકાળ એકરૂપ સ્વભાવને જ શ્રદ્ધ છે. તેટલું જ નિજ અસ્તિત્વ શ્રદ્ધાય છે. તેમ છતાં જ્ઞાન પર્યાય અંશને