________________
શારદા સાગર
(૩૭
જિનેશ્વર ભગવતે આપણને મેક્ષ માર્ગ બતાવનારા છે પણ એ માર્ગ બતાવનારની કિંમત કોને હોય? જે આત્મા ભવાટવીમાં ભૂલ પક્ષે હોય અને જ્યાં ત્યાં રખડી હેરાન-પરેશાન થયેલ હોય તેને ને? તેવી રીતે જ્યારે જીવને એમ લાગે કે હું આ ભયાનક ભવનમાં અનાદિકાળથી ભૂલે પડો છું. નરકતિર્યંચ આદિ દુર્ગતિઓના ત્રાસ વેઠીને કંટાળી ગયે છું. હવે આમાંથી મારે છૂટકારો થાય તે સારું. આ જેને ભાવ આવે તેને માર્ગદર્શકની કિંમત હોય. તમારા મહાન પુણ્યદયે મોક્ષ માર્ગના બતાવનારા સદ્દગુરૂઓ મળી ગયા છે. મોક્ષ માર્ગની ચાવી બતાવનારા આગમો અને સદ્દગુરૂઓની તમને કેટલી કિંમત છે? એ મળ્યા તેને તમારા દિલમાં આનંદ છે? એમના ઉપકારોનું વારંવાર સ્મરણ કરે છે? આ મોક્ષ માર્ગ બતાવનારા સદગુરૂઓ અને આગમ મને ન મળ્યા હોત તો મારું શું થાત? દિલમાં એવા ભાવ આવે છે ખરા?
ભવ રૂપી કુપમાં પડતા બચાવી સદ્દગતિના માર્ગે ચઢાવનાર મારા પરમોપકારી ગુરૂદેવના હું કયા શબ્દોમાં ગુણ ગાઉં? હું તેમની શું સેવા કરું? એમની કઈ રીતે ભકિત કરું? આ ભવસમુદ્રમાં ડૂબકી ખાતાં એવા મને જાણે આ સશુરૂ રૂપી જહાજ મળી ગયું. હવે એ જહાજને નહિ છોડું. એમનું શરણું ગ્રહણ કરીને ભવસાગર તરી જાઉં? એવા ભાવ આવે છે ખરા? કોઈ હળુકમી જીવને આવા ભાવ આવતા હશે. બાકી તે ભેગના ભિખારીએ ભગવાન પાસે પણ ભૌતિક સુખની આશાથી જાય છે. પણ વિચાર તે કરે કે વીતરાગ પ્રભુએ જગતના જીવોને છોડવાનો જે ઉપદેશ આપે એ વસ્તુઓ માંગવા વીતરાગ પાસે જવાય ખરૂં? માંગતા પણ કયાં આવડે છે? એક ભકતે ગાયું છે કેતમ કને શું માંગવું એ ન અમે જાણીએ, તમે જેને ત્યાગ કર્યો
એ જ અમે માંગીએ. રાજપાટ, વૈભવને તમે દીધા ત્યાગી, મોહ માયા છેડીને બન્યા વીતરાગીવીતરાગ પાસે અમે લાડી વાડી માંગીએ...તમે જેને ત્યાગ ...
કોઈ ગરીબ માણસ ચક્રવતિ પાસે જઈને કહે હું ખૂબ ભૂખે છું મને એક ટંક જમાડે. મહાન પુણ્યોદયે ચક્રવર્તિને ભેટે થયે પણ એણે માંગી માંગીને શું માંગ્યું? એક ટંકનું ભોજનને? એક ટંક જમવાથી કંઈ ભૂખ શેડી જ ભાંગવાની છે? કંઈ મૂલ્યવાન ચીજ માંગી હતી તે દરિદ્ર ટળી જાત. ચક્રવતિ પાસે તુચ્છ વસ્તુ માંગનારે મૂર્ખ જ કહેવાયને? તે જ રીતે ચક્રવતિને પણ ચક્રવર્તિ, દેના પણ દેવ, એવા દેવાધિદેવ પાસે ભૌતિક સુખ માંગવા જનારા બુદ્ધિશાળી કે મૂર્ખ બેલેને મારા વિર કેમ બોલતા નથી? (હસાહસ)
આ વીતરાગ પ્રભુના શાસનમાં જન્મેલા સાચા શ્રાવકના દિલમાં તે એવી જ રમણતા હોવી જોઈએ કે મારા ભગવાનને જે ગમે તે જ મને ગમે. ભગવાનને જે ન