________________
૩૬
શારદા સાગર
મૃતમાં શક્તિ રહેલી છે. પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં શેષકાળ પધાર્યા તે સમયે હસ્તિપાળ રાજાએ પ્રભુને ખૂબ ભાવભરી વિનંતી કરી. હે કરૂણાના સાગર. આ ચાતુર્માસ પાવાપુરીમાં કરી મને પાવન કરે. હસ્તિપાળ રાજા, તેમની રાણીઓ, અને સમસ્ત પરિવાર-પ્રજા સહિતની વિનંતીને માન્ય કરી, છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. આસો વદ ચૌદશ ને અમાસના દિવસે નવમલી અને નવ લચ્છી એમ અઢાર દેશના રાજાઓ છઠ્ઠ પૌષધ કરીને પ્રભુની સામે બેસી ગયા, તે સમયે પ્રભુએ અંતિમ દિવ્ય દેશના ઉત્તરાધ્યયન સૂત્ર પ્રકાશ્ય. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયન રૂપ છત્રીસ શિખામણ આપી.
તે ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન મહાનિર્ચથીક નામનું છે. જેમાં શ્રેણક મહારાજા અને અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. એ મહામુનિ ખૂબ પ્રભાવિક છે. સાચા સંતની સામે જઈને બેસીએ તો ય આપણા હદયનું પરિવર્તન થઈ જાય આવા મહામુનિના સમાગમથી શ્રેણીક રાજાના જીવનનું પરિવર્તન થવાનું છે.
पभूय रयणो राया, सेणिओ मगहाहिवो, ॥ विहारजत्तं निज्जाओ मंडिकुच्छिसि चेइए ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨ જેને ત્યાં બહ મૂલ્યવાન ઘણા પ્રકારનાં ઘણાં રત્ન છે. એવા રત્નેને સ્વામી વિહારયાત્રા કરવા ઘરેથી નીકળે. વિહાર યાત્રા એટલે અમારા જે પગપાળા વિહાર નહિ પણ ફરવા માટે બગીચામાં જતા હતા. આજે મનુષ્ય બગીચામાં ફરવા શા માટે જાય છે? મનની અશાંતિ દૂર કરી શાંતિ મેળવવા માટે ને? શ્રેણુક રાજા પણ શાંતિ મેળવવા માટે બગીચામાં જાય છે. જ્યારે બગીચામાં ગયા ત્યારે તેમની પાસે સમ્યકત્વ રત્ન ન હતું. જિનવાણી પ્રત્યે શ્રધ્ધા ન હતી. સમ્યકત્વ પામ્યા પછી આત્માને ઝળકાટ કઈ જુદે જ હેય છે.
દેવાનુપ્રિયા સમ્યકૃષ્ટિ આત્મા સંસારમાં રહેવા છતાં નિરંતર શું વિચારે? મહાન પુણ્યોદયે મને આ માનવભવ પ્રાપ્ત થયો છે. મોક્ષની સાધના આ માનવભવ સિવાય બીજે ક્યાંય થઈ શકતી નથી. એટલે તે જીવને મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી કઈ વસ્તુની ઈચ્છા થતી નથી. એના જીવનનું ધ્યેય મેક્ષ સિવાય બીજું કંઈ ન હેય. તે બસ, એક જ વિચાર કરે કે અનંતકાળથી કર્મને વશ થયેલો મારો આત્મા ચાર ગતિ,
વીસ દંડક અને ચોર્યાસી લાખ છવાયોનિમાં જન્મ મરણને ત્રાસ વેઠી રહે છે. હવે એ જન્મ મરણના ત્રાસને નાશ કરવા માટે આપણે તારણહાર સદ્દગુરૂના શરણે જવાનું છે. જીવને તારનાર કેણ છે? દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તારનાર છે ને? તે આપણે સર્વ પ્રથમ તેમના ગુણોનું અને ઉપકારનું પણ જ્ઞાન મેળવવું પડશે.