________________
શારદા સિદ્ધિ ધર્મકથાનુગને સ્થાન આપે છે. માટે એ વિષયમાં આડું અવળું બોલતાં પહેલાં આપણે ખૂબ વિચાર કરે જોઈએ. બાલ જીને ધર્મના માર્ગે ચઢાવવા માટે કથા વસ્તુ અત્યંત ઉપયોગી છે. કથાના માધ્યમ દ્વારા બાલજીવોમાં સુંદર સંસ્કારે રેડી શકાય છે. કેઈ પણ વિષયને શ્રોતાના હૃદયમાં બરાબર ઠસાવવા માટે ઉદાહરણને આશ્રય લેવામાં આવે તે તે વિષય સરળ રીતે સમજાવી શકાય છે. પિટ રોટલીથી ભરાય છે પણ આપણે એકલી જેટલી જ ખાતા નથી. સાથે શાક આદિ ખાઈ એ છીએ, કારણ કે એકલી જેટલો ગળે ઉતરતી નથી તેમ દ્રવ્યાનુગ આદિ તત્વજ્ઞાનના ગહન વિષયને શ્રોતાજનેને સમજાવવા માટે કથા, યુક્તિ, દલીલ અને ઉદાહરણની જરૂર પડે છે જેથી બધા ગહન, ગૂઢ તત્ત્વજ્ઞાન પણ સરળતાથી સમજી શકે છે. ન્યાય જેવા કઠિન વિષયને સમજાવવા માટે તૈયાયિકને પણ “g afમન, ધૂમ, કથા માનસમ” પર્વતમાં અગ્નિ છે ધૂમ હોવાથી, જેમ રસોઈઘર કહીને ઉદાહરણને સહારો લે પડે છે.
દેવાનુપ્રિયે! આજે બાળગોપાળ સૌ કેઈ ને કથા-વાર્તા વાંચવી-સાંભળવી ગમે છે. અરે, ભણેલાઓ પણ કથા દષ્ટાંત આવતા હર્ષમાં આવી જાય છે. તે બીજાની શી વાત કરવી? કથા ઝટ યાદ રહી જાય છે અને કથા દ્વારા જે વસ્તુનું નિરૂપણ કરવામાં આવે છે તે વસ્તુ શ્રોતાજનેના હૃદયમાં સચોટ ઠસી જાય છે. કથા રજુ કરવાની પણ
એક શૈલી છે. કથાની રજુઆત કરતા આવડવી જોઈએ. જેમ ઘઉંમાંથી ઘેબર પણ + બને અને ગૅસ પણ બને. આ રીતે શ્રેતાજને ઉપર ધારી અસર ઉપજાવવા માટે
કથા રજુ કરવાની પણ એક અદ્દભૂત કળા છે. વકતા ઘડીકમાં તાજનેને તરબોળ બનાવે છે. ઘડીમાં હસાવે છે. ઘડીમાં રડાવે છે અને ઘડીમાં ડોલાવે છે. અન્યધર્મો અને અન્યદર્શને કરતા જૈનદર્શનની અનેક મુખ્ય વિશેષતાઓ છે. એથી જ એ સૌથી જુદું તરી આવે છે. કથાનુયોગની દષ્ટિએ વિચાર કરીએ તે પણ જૈન કથાઓની તુલનામાં બીજી કથાઓ નહિ આવી શકે, માટે કથાનુગની કથા સાંભળતા તમને ખ્યાલ આવશે કે જેના દર્શનમાં કથાનુગનું સ્થાન કેટલું મહત્વનું છે. કથા શબ્દને ઉલટાવતા થાક થાય છે. જે કથા અંતરના થાક અને વ્યથાને દૂર કરી અંતરને સ્વચ્છ બનાવે એનું નામ કથા.
એક મકાનના બારણાને ફીટ કરવા માટે મજાગરા અને ખીલીઓની જરૂર પડે છે, તેમ શાસ્ત્રરૂપી દરવાજામાં પ્રવેશ કરવા માટે દષ્ટાંતે, કથાઓ બધું મજાગરા અને ખીલીઓ સમાન છે, આ માટે કથાનુગની જરૂર છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને મંગલ પ્રારંભ કરે છે. એ અધ્યયનનું નામ “ચિત્ત સંભૂતીય છે તેમાં ચિત્ત અને સંભૂતિ બે ભાઈઓની વાત આવે છે. બારમા અધ્યયનમાં હરકેશી મુનિના તપની વાત આવે છે. નિયાણા રહિત તપ કરવાથી કે મહાન લાભ થાય