________________
શારદા સિદ્ધિ ખાટલાની જેમ ચાર પાયા હોય છે તેમ અનુગના પણ ચાર પ્રકાર હોય છે. ખાટલાના ચાર પાયામાંથી એકાદ પાયે જે તૂટેલો હોય તો તે બેસવાના કે સૂવાના ઉપગમાં આવે ખરે? તેમ શાસ્ત્રમાં પણ ચાર પાયા રૂપ ચાર અનુગ બતાવ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુગ. એમ અનુગ ચાર પ્રકારે વિભક્ત થયે છે. શ્રી ભગવતીજી, ઠાણાંગજી, સૂયગડાગ, સમવાયાંગ આદિ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયેગના વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શ્રી આચારાંગાદિ સૂત્રમાં વિશેષ કરીને આચારનું વર્ણન હોવાથી તેને ચરણકરણાનુગમાં સમાવેશ થાય છે. શ્રી ચંદ્રપનત્તી, સૂર્યપન્નત્તી, જંબુદ્વીપપન્નરી વિગેરે સૂત્રોમાં મોટા ભાગે ગણિતાનુયેગનું વર્ણન છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, જ્ઞાતાધર્મકથા, અંતગડ, વિપાકસૂત્ર, અનુત્તરવવાઈ સૂત્ર વિગેરે ધર્મકથાનુગથી ભરેલા છે.
આપણા ભારતવર્ષમાં પૂર્વે એક બે નહિ પણ ત્રણ ત્રણ વખત બાર બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડવાથી વિસ્મૃતિ અને બુદ્ધિમંદતાના કારણે તેમજ મુસ્લિમકાળમાં છ છ મહિના સુધી આપણું વિપુલ સાહિત્ય અગ્નિમાં હોમી દેવામાં આવ્યું હતું છતાં “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ” એ ઉક્તિ અનુસાર વર્તમાનમાં પણ આટલું બધું આગમ સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે કે જેનું અધ્યયન કરતાં વર્ષોના વહાણું વહી જાય તો પણ તેને પાર પામી શકાય નહિ. આપણે જે અધ્યયનનું વાંચન કરવું છે તેમાં ધર્મકથાનુગની વાત આવે છે. કથાઓના પણ વિવિધ પ્રકારે છે જેમ ષડરસયુક્ત ભજન માણસ પ્રેમથી આરોગી જાય છે તેમ કથા પણ વિવિધ રસવાળી હોય છે. કેટલીક કથાઓ હાસ્યરસથી ભરેલી હોય છે. કેટલીક કથાઓ વીરરસથી યુક્ત હોય છે. કેટલીક કથાઓ શ્રવણ કરતા આંખોમાંથી આંસુ ઉભરાય છે અને કેટલીક વાર્તા સાંભળતા વાતાવરણ ગમગીન બની જાય છે. હાસ્યરસ, કરૂણરસ, શાંતરસ, બિભત્સરસ, શૃંગારરસ, લાયાનકરસ, વીરરસ, રૌદ્રરસ, આ બધા રસોમાં શાંત રસથી ભરેલી કથા આત્મામાં કઈ જુદી જ અસર કરે છે. માટે શાંતરસને રસાધિરાજ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણે ત્યાગી સંતપુરૂષના જીવનચરિત્રે શાંતરસથી ભરેલા હોય છે. જે સાંભળતા માણસના અંતરમાં બૈરાગ્યરસના ઝરણું વહેવા માંડે છે. કથા બે પ્રકારની છે એક કલ્પિત અને બીજી આચરિત. ઉત્તરાધ્યયન સૂત્રના દશમાં અધ્યયનની પ્રથમ ગાથામાં
दुमपत्तए पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए
एवं मणुयाण जीविय, समयं गोयम मा पमायए। વીર પ્રભુ પિતાના શિષ્યને સમજાવતા કહે છે કે હે ગૌતમ ! જેમ રાત્રિ અને દિવસ વ્યતીત થતા જાય છે તેમ આયુષ્યના દળીયા પણ ઘટતા જાય છે. જેમ પાકેલું પાંદડુ રાત્રિ-દિવસે વ્યતીત થતા વૃક્ષ ઉપરથી તૂટીને નીચે ખરી પડે છે તેમ