________________
૧૭
એક ઘોર તપસ્વી આવેલ હતું. તેના તપને વિધિ આ પ્રમાણે હતો. તે એક, બે ત્રણ દાડાના ઉપવાસ કરતો હતો અને પિતાની બેઠકની ચારે દિશાઓમાં અગ્નિકુંડ સળગતા જ રાખતો હતે, આસનની નીચેના ભાગમાં તપેલી રેતી રહેતી હતી, મસ્તક ઉપર સૂર્યને તાપ લાગ્યા કરતું હતું, યારે બાજુથી અગ્નિ કુંડેનો તાપ લાગતા હતા, અંદર તપસ્યાને તાપ ચાલુ હતો. અને ધુમ્રનું પાન પણ ચાલુ હતું આવા તેના ઘેર તપ અને કષ્ટથી આખું નગર મંત્રમુગ્ધ બની ગયું હતું. | દર્શનાર્થે આવતાં નગર લેકનાં ટોળાં ઉભરાતાં હતાં. આવું તે ઘણા દિવસ ચાલ્યું, એકદા ગોખમાં બેઠેલા પાકુમારની દષ્ટિ વંદનાથે જતાં લોકોના ટોળાં ઉપર ગઈ પાસે રહેલા પરિચારકને પૂછ્યું, “લેકે કયાં જાય છે?” સેવક કહે, હે સ્વામિન? અહીં ગંગાનદી ઉપર કઈક મહા તપસ્વી પધાર્યા છે, તેમનાં દર્શન કરવા નગરજને જઈ રહ્યા છે. આ વાક્ય સાંભળીને પાશ્વનાથસ્વામી પણ ઘોડા ઉપર બેસીને, તપસ્વીના સ્થાને પધાર્યા અને અવધિજ્ઞાનથી (તીર્થકર પરમાત્મા જન્મથી જ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન – અવધિજ્ઞાન સહિત હેય છે) ત્યાંનું વાતાવરણ જાણુને તપસ્વીને ઉપદેશ આપવા લાગ્યા.
ભે મહાનુભાવ? તમે તપ ઘણે કરે છે, કષ્ટ પણ ખૂબ જ અનુભવે છે, પરંતુ જ્ઞાનદશા વિના જીવદયા વિગેરે ધર્મના અંગે સાંગોપાંગ સમજાયા વગર આત્માનું જરાપણ કલ્યાણ થતું નથી. કહ્યું છે કે –
કચ્છક સંજમધારે ગાળે નિજદેહ જ્ઞાનદશાવિણ જીવને નહિ કર્મને છેહ.