________________
૩૧૫
પિતાના જાનને પણ, જોખમમાં મુકી દેવા તૈયાર હતા. એ અત્રીશકેષના વિહારમાં, તેમના શરીરની સ્થિતિ ખૂબ જ લથડી ગઈ હતી.
તેમની દૈવીશક્તિઓ. પશ્ચિમ દિશાનો સ્વામી વરૂણદેવ તેમને સાક્ષાત્ થયે હતું. તેમણે એકવાર અકબરબાદશાહને, તેના પિતાના મરણ પામેલા પિતાનાં, લશ્કર સહિત દર્શન કરાવ્યાં હતાં. જે વખતે બીજા પણ હજારે મનુષ્ય સભામાં હાજર હતા. તેમણે અટકને કીë વગર મહેનતે, અકબરને જીતી આપ્યું હતું. તેમણે અકબરના એક અધિકારીને, તેની મરી ગયેલી સ્ત્રી સાક્ષાત્ બતાવી હતી. તેમણે અકબરના કાછ મુલ્લાં અને રાવઉમરાઓને પણ પોતાની શક્તિથી સ્વાધીન કરી લીધા હતા.
ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ ભાનુચંદ્રજી ગણિવર,
શાંતિચંદ્ર ઉપાધ્યાયના વિહાર પછી, અકબર બાદશાહના દરબારમાં આ મહાપુરુષ પધાર્યા હતા. તેઓશ્રી પણ ઘણું શક્તિઓના ધારક હતા. સાથે મહાત્યાગી વેરાગી હતા. તેમના શિષ્ય શ્રીમાન સિદ્ધિચંદ્રજી ઉપાધ્યાય, તેમના આજીવન અંતેવાસી હતા.
એક વખત અકબરની કાશમીરની મુસાફરીમાં પોતાની તદ્દન નજીકમાં જ ભાનુચંદ્રઉપાધ્યાયને ઉતારે આ હતું. આ વખતે સખત ઠંડી પડતી હતી. તેથી કેઈક સ્થાન પર ઝાડ-પાન પણ બળી ગયાં હતાં. તેવા કડકડતી ઠંડીના સમયમાં, ઉપાધ્યાયજીમહારાજ ભાનુચંદ્રજીગણિવર ખુલ્લા શરીરે ધ્યાન કરતા