________________
૩૧૪
હતે. કપડામાં તાવ રહે ત્યાં સુધી કપડે ઘૂજ્યા કરે. આટલી શક્તિ હોવા છતાં તાવને કાઢવા માટે તેમણે ઉદ્યમ કર્યો નહીં.
ઉપાધ્યાયમહારાજ શ્રીમશાન્તિચંદ્રજી ગણિવર
આ મહાપુરુષ ઉપર જેમનું ટુંકવર્ણન આપણે જોયું, તે મહાપુરુષ સકલચંદ્રજી ઉપાધ્યાય પ્રવરના શિષ્ય હતા. અને શ્રીવિજયહિરસૂરિ મહારાજના લગભગ બે હજાર મુનિમહારાજેમાં તેઓ મોખરે હતા. તેઓમાં વિદ્વત્તા, ત્યાગ અને -આજ્ઞાધારકપણું વિગેરે ગુણો સાથે, દૈવીશકિત પણ જમ્બર હતી. કૃપારસષ અને સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા તેમની વિદ્વત્તાની સાક્ષી પુરે છે, વળી તેઓ આચાર્યભગવંતની આજ્ઞાથી, વર્ષો સુધી અકબરબાદશાહને પ્રતિબંધિવા, બાદશાહની પાસે અને બાદશાહ જ્યાં જાય ત્યાં સાથે રહીને ધર્મ સંભળાવતા હતા. બાદશાહ અકબરે પ્રસંગો પામીને, જે જે પ્રશ્નો પૂછયા, તેના તેમણે સચોટ જવાબ આપીને, બાદશાહને ખુશ કર્યો હતો.
એકવાર અકબરે અન્ય દેશ સાધવા જતાં, એક દિવસે ૩ર કેષનું પ્રયાણ કર્યું હતું. સાંજે અકબરે સાથે આવનારા મોટા પુરુષેના નામે પૂછયાં. તેમાં ઉપાધ્યાયપ્રવરશાંતિચંદ્રગણિવરનું નામ પણ આવ્યું. જે સાંભળી અકબરના મન ઉપર ખૂબ અસર થઈ
ગુરુદેવહિરસૂરિમહારાજનું ફરમાન એ જ હતું કે, બાદશાહ રહે ત્યાં રહેવું અને પ્રસંગચિત્ત શ્રીવીતરાગદેવના ધર્મની વાત કરવી. ધન્યવાદ છે આવા મહાપુરુષને, તેમને શુ આજ્ઞાની કિંમત કેટલી હતી, કે જેઓ આજ્ઞાપાલન માટે