________________
૫૦૨
પ્ર–અહિં વર્ણન કરાએલા અરિહંતાદિ પાંચ પદેને નમસ્કાર કરવાથી લાભ શું? કારણ કે તેઓ બધા વીતરાગ હવાથી કેઈને સુખ આપતા નથી, અને કેઈનાં દુઃખ મટાડતા નથી, તે પછી નમસ્કારાદિ કરવાથી ફાયદે શું? જગતને તે દુઃખને અભાવ અને સુખની પ્રાપ્તિ બેની જરૂર છે. શાસ્ત્ર પણ એ જ કહે છે.
“ગુણક જૂનાં પ્રાયઃ સવ: પ્રવૃત્તાઃ ”
અર્થ–પ્રાયઃ જગતના પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખને માટે જ હોય છે. અને શાસ્ત્રો તે સર્વથા પરભાવથી પર હોય, તેમને જ સાધુ તરીકે ઓળખાવે છે. જેમ જેમ વીતરાગતા વૃદ્ધિ પામતી જાય છે, તેમ તેમ ઉપરનાં (ઉપાધ્યાયાદિ) સ્થાને આત્માને પ્રાપ્ત થાય છે, વીતરાગતા અને ઉદાસીનતા બંનેને અર્થ એક જ છે. ઉદાસીન આત્માઓને, જગતના વંદક અને નિરંક, સેવક અને શત્રુ ઉપર સમભાવદશા હેવાથી, નમસ્કાર કરનારને કશે લાભ આપી શકતા નથી. એટલે તેમને વંદન કરવાથી શું લાભ?
ઉ૦-–ખરી વાત એ છે કે, આ જગતમાં કઈપણ દેવ, દાનવ, વિદ્યાધર, ચકવતી કે ધનવાન–કેઈને સુખ કે દુઃખ આપી શકતા નથી, સુખ અને દુઃખ એ પ્રાણી માત્રના પિતાના કર્મનાં જ ફળ છે. જ્ઞાનીઓ કહે છે કે – सुखस्य दुखस्य न कोपि दाता; परो ददातीति कुबुद्धिरेषा॥ पुराकृतं कर्म तदेव भुज्यते, चेतन! हे निस्तर तत्त्वया कृतम् ॥
એટલે જેમ તદ્દન રાગદ્વેષ વગરના વીતરાગે, કેઈને સુખ કે દુઃખ આપતા નથી, તે જ પ્રમાણે રાગદ્વેષથી ભરેલા