________________
પ૧૭
પરિશિષ્ટ ૧ લું નમસ્કાર મહામંત્ર પ્રભાવદર્શક કથાઓ
[પંચપરમેષ્ઠિ મહામંત્ર-ચાને જનધર્મનું સ્વરુપ આ પુસ્તકમાં-નમસ્કાર–મહામંત્રનું મહામ્ય સૂચક કેટલીક કથાઓ બતાવી છે. તેપણુ આચાયપુરંદર-કર્મ ગ્રન્થાદિ અનેક પ્રકરણ ગ્રન્થપ્રણેતા. પ્રભુ શ્રી મહાવીરસ્વામીની ૪૫ મી પાટને શેભાવનારા. મહાતપસ્વી ત્યાગી–સાડાબાર–વર્ષ આચાર્લીતપ આરાધક આચાર્યદેવ શ્રીમદ્ જગચંદ્રસૂરિમહારાજના પટ્ટધર, શ્રીમદેવેન્દ્રસૂરિમહારાજ પ્રણીત વૃંદાવૃત્તિ અન્તર્ગત, નમસ્કાર મહામંત્ર ચમત્કાર સૂચક, રાજસિંહ રાજા અને રાણું રત્નવતી વિગેરે કથાઓ, શ્રદ્ધા વાચકવૃન્દને, જરૂર શ્રદ્ધા વૃદ્ધિનું કારણ થશે, એમ જાણીને આંહી બતાવાય છે]
રાજસિંહનરપતિ કથા પ્રારંભ શોલ લાખ જન વિસ્તારવાલા, પુષ્કરવરદ્વીપાદ્ધના ભરતક્ષેત્રમાં, ઋદ્ધિ-સિદ્ધિ સંપૂર્ણ, સિદ્ધાવટ નામનું મધ્યમકક્ષાનું એક ગામ હતું. ત્યાં કેઈક વખત ઘણું શિષ્ય સમુદાયથી પરિવરેલા, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર-તપની ખાણ જેવા, સુવ્રતનામા, આચાર્ય ભગવાન પધાર્યા હતા. ત્યારે વર્ષાકાળ બહુ નજીક હતું. અને વળતા દિવસે ખૂબ જોરદાર મૂશળધાર વર્ષા શરૂ થઈ ગઈ, પાણી અને વનસ્પતિથી ભૂમિ ભરાઈ ગઈ. વીતરાગના મુનિરાજના વિહાર અટકી ગયા. તેથી ગામના મુખ્ય માણસોને બોલાવીને, મુનિસમુદાયને ચારમાસ સુધી વસવા યોગ્ય નિર્દોષ વસતિની યાચના કરી.
મહામુનિરાજોના ત્યાગ-તપ-આચાર-વિચાર જેવાથી.