________________
પર
ઘણા સારા વિવાહ કરીને, દીકરીને આપવા ચેષ્ય ઘણી જ વસ્તુએ આપી.
ધરણની માતા નાગિલા, તુચ્છ સ્વભાવની, ટુભાષિણી, અને છિદ્રાવેષિણી હાવાથી, પ્રારંભના થાડા માસ ગયા પછી, શ્રીદેવીને, વાર વાર ધમકાવ્યા કરતી હતી, પરંતુ શ્રીદેવી નાગિલાને, પેાતાની માતા સમાન સમજીને, જરાપણ સામુ એલતી નહી. સાસુ કાંઈપણુ કહે તાપણુ હસીને ઉત્તર આપતી, ગામમાં જ પીયર હાવાથી પીયર જાય, માતાપિતા પુછે ત્યારે પણ, સાસુ સસરા અને પતિના વખાણ જ કરતી હતી.
તેણી સવારમાં જાગે ત્યાંથી સુવે ત્યાંસુધી, મનમાં અવિ ચ્છિન્ન નમસ્કાર મહામત્રના જાપ કરતી હતી. અને સાસુ સસરા અને પતિની પ્રસન્નતા મેળવવા, એકવિનીત શિષ્યની પેઠે, ઘરનાં બધાં જ કામ સભાળતી હોવા છતાં, વઢકણી સાસુ તેણીને હેરાન કરવામાં મીના રાખતી નહી. આ બધું શ્રીદેવી ગળી જતી હતી. ભણેલુ' અને સાંભળેલુ' વારંવાર મનમાં યાદ લાવીને, આત્માને જાગતા રાખતી હતી:
કૈવલ જ્ઞાની જ્ઞાનથી, દેખેલું તે થાય । તે કયારે પલટે નહી, કરતાં સવ ઉપાય ॥૧॥ કર્યાં કવિણ ભાગવ્યાં, ક્ષય ચારે નવ થાય । આત ધ્યાન કરવાથકી, વળી અમણાં બધાય રા લક્ષ્મીધરકે રાયના, ધેર જન્મ પણ થાય । પણ નારી પરવશ દશા, સુખ સશય
લેખાય ॥૩॥